________________
[ ૨૯૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા]
હજી પોતાની એટલી તૈયારી નથી એટલે ઉપયોગ ફર્યા કરે છે. હજુ કાંઈ છૂટયું નથી અને રાગ પડ્યો છે ત્યાં સુધી વિચારો આવ્યા કરે, ઉપયોગ ફર્યા કરે પણ અંદરથી એમ થાય કે આ બધું મારા આત્માનું સ્વરૂપ નથી એમ બહારનો રસ ઓછો કરી શકે છે. જ્યારે ટાઈમ મળે ત્યારે ઉપયોગ બદલીને શુભભાવના વિચારો, વાંચન, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા વગેરે કરે. આત્માનું ન થાય ત્યાં સુધી શ્રદ્ધા રાખે કે મનુષ્ય જીવનમાં આત્માનું જ કરવા જેવું છે. ભવનો અભાવ કેમ થાય? ભેદજ્ઞાન કેમ થાય? શરીર જુદું-આત્મા જુદો, વિકલ્પો આવે તે મારો સ્વભાવ નથી એવી રુચિ રાખવી ને નક્કી કરવું કે કરવા જેવું આ જ છે. બાકી તો એ જાતનો રાગ છે એટલે ઉપયોગ ફર્યા કરે. ૫0૩. પ્રશ્ન:- અમારી રુચિ આત્મા તરફ વધી જાય તો ભણવાની રુચિ ઓછી થઈ જાય ને નાપાસ થઈએ. તો અમારે શું કરવું? સમાધાન- ધર્મમાં આત્મામાં પાસ છે તે ખરો પાસ છે. ભણવામાં નાપાસ થાય ને પોતાને ખેદ થતો હોય તો એમાં જોડાય; પણ તેમાં પાસ થવું તે પુણ્ય પ્રમાણે છે, બહુ ધ્યાન રાખીને ભણે તો પાસ જ થાય અને ઓછું ધ્યાન રાખીને ભણે તો નાપાસ થાય એવું નથી. પુણ્ય સરખાં ન હોય ને બહુ ધ્યાન રાખીને ભણે તો પણ નાપાસ થાય છે તથા પુણ્ય હોય ને ઓછું ધ્યાન આપે તો પણ પાસ થઈ જાય છે. બહારમાં તો પુણ્ય પ્રમાણે બને છે. ૫૦૪. પ્રશ્ન- હજુ ભેદજ્ઞાન નથી થયું તો કેવા વિચારો કરવા? સમાધાનઃ- ભેદજ્ઞાન નથી થયું તો, તે કેમ થાય? એ વિચારો કરવા, અંતરમાં પ્રયાસ કરવો, આત્મા કેમ ઓળખાય ? આત્માનું શું સ્વરૂપ છે? દ્રવ્ય-ગુણ-પર્યાય શું છે? પુદ્ગલ શું છે? વિભાવ શું છે? મોક્ષ શું છે ? મોક્ષનો માર્ગ શું છે? એવા અનેક પ્રકારના વિચારો હોય છે.
શાસ્ત્રમાં અનેક પ્રકારની વાત આવે છે. ભેદજ્ઞાન ન થાય ત્યાં સુધી વિચારીને નક્કી કરે કે આત્મા જુદો છે ને શરીર જુદું છે, વિભાવ મારો સ્વભાવ નથી, હું તેનાથી જુદો છું, એમ નક્કી કરવા માટે, દઢતા કરવા માટે ઘણું વિચારવાનું છે. પ્રયાસ કરે કે હું જુદો છું તો જુદો કેવી રીતે પડું ? તેની લગની લગાડે, પ્રયાસ કરે. જેમ માખણ જુદું ન પડે ત્યાં સુધી દહીંને વલોવ્યા કરે તેમ પોતે વાંચન, વિચાર વારંવાર કર્યા જ કરે, છોડે નહીં. કાર્ય થતું નથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com