________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૨૮૩ પરમાં મારું-મારું કરે, પણ ત્યાં કાંઈ મારું નથી. માટે શાસ્ત્રમાં ચિત્ત લગાવી આત્મા કેમ ઓળખાય ? હવે આવાં જન્મ-મરણ કેમ નાશ થાય? જન્મ-મરણનો અંત કેમ આવે? એ માર્ગ ગોતી લેવા જેવો છે, સંસારની અંદર ખરું તો તે કરવાનું છે.
આત્માને કોઈ ૫૨૫દાર્થની જરૂર નથી, પોતે માની બેઠો છે કે મને પ૨થી સુખ થાય, પણ સુખ આત્મામાં ભરેલું છે.
“હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન-દર્શનમય ખરે.
હું જ્ઞાન-દર્શનથી ભરેલો શુદ્ધ, અરૂપી આત્મા છું.
“કંઈ અન્ય તે મારું જરી, પરમાણુમાત્ર નથી અરે !”
પરમાણુમાત્ર પણ કાંઈ પોતાનું નથી. એક પરમાણુ પણ પોતાનો નથી, ત્યાં બીજું પોતાનું કયાંથી થાય ? માત્ર કલ્પનાથી એકત્વબુદ્ધિના રાગને લઈને પોતાના માને છે. પણ પરિણામ પલટાવ્યા વગ૨ છૂટકો નથી. આકુળતા અને વેદન વધારે કરે તો ઊલટું કર્મબંધ વધારે થાય છે. વહેલું કે મોડું પરિણામ પલટાવીને શાંતિ રાખે છૂટકો છે. ૪૯૦.
પ્રશ્ન:- છ મહિના પર્યંત કેવો અભ્યાસ કરવો કે જેથી આત્માની પ્રાપ્તિ થાય?
સમાધાનઃ- જ્ઞાયકને ઓળખીને પુરુષાર્થ કરવો. જ્ઞાયકનો વારંવાર વિચાર કરી નિર્ણય કરે કે આ જ્ઞાયક તો જુદો જ છે, તે કોઈની સાથે એકમેક થયો નથી. આત્મા તો શાશ્વત છે. આ શરીર જુદું ને આત્મા જુદો છે. શરીર સાથે જે એકત્વબુદ્ધિ થઈ રહી છે તે ભૂલ છે. અંદર જે વિકલ્પોની આકુળતા થાય છે તે પણ નિજ સ્વભાવ નથી. આત્મા શાંતસ્વરૂપ-નિર્વિકલ્પસ્વરૂપ છે. આનંદથી ભરેલો એ ચૈતન્ય-રત્નાકર કોઈ જુદો જ છે. આ જગતની નિઃસારતા લાગે ને આત્માની મહિમા આવે, તો વિભાવથી વિરક્ત થાય અને આત્માને ઓળખે, તેના દ્રવ્ય-ગુણ-પર્યાયને ઓળખે. જ્ઞાન, આનંદથી ભરેલો આત્મા કોઈ અપૂર્વ છે. તેનો નિર્ણય કરીને તેમ જ તેમાં જે પલટતી પર્યાય છે તેનું શું સ્વરૂપ તે બધું નક્કી કરીને આત્મા તરફ જાય. ક્ષણે ક્ષણે ભેદજ્ઞાન કરે, પુરુષાર્થ કરે તેને કયાંય ચેન પડે નહિ. તેને એક જ લગની હોય કે આત્મા કેમ મને પ્રાપ્ત થાય?
આત્મા ઉપર દૃષ્ટિ કરીને ક્ષણે-ક્ષણે અવિચ્છિન્નધારાએ-વચ્ચે ખંડ ન પડે એ રીતે પુરુષાર્થ કરે તો છ મહિનામાં આત્મપ્રાપ્તિ થયા વગર રહેતી નથી. તેની Please inform us of any errors on Rajesh@Atma Dharma.com