________________
૨૮૬ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[સ્વાનુભૂતિદર્શન જાતનો કોઈ અવગ્રહ-પક્કડ થઈ જાય કે આ બધાથી જુદું કોઈ આત્મતત્ત્વ છે. એવી જાતની અંતરમાંથી કોઈ ભાવના જાગી જાય છે.
તેવી રીતે ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના જાગે છે. આ બધુંય દેખાય છે. ને આ બધા વિકલ્પો આવે છે-ભલે ગમે તેવા ઊંચામાં ઊંચા શુભભાવ આવે છેતો પણ અંદર આત્મા બધાથી જુદો છે તે આત્મા અંદરમાં કંઈક અપૂર્વ વસ્તુ છેએવી કંઈક અંતરમાંથી ભાવના સ્ફરે તે ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના છે. આવે છે ને? કે,
“તતિ પ્રીતિ ચિત્તેન કેન વાર્તાપિ હિ શ્રુતા;
| નિશ્ચિત સ ભવભવ્યો ભાવિનિર્વાણ ભાજન....” ગુરુની વાણી સાંભળીને એમ થાય કે આ કંઈક અપૂર્વ છે. એ તેને ઉપર ઉપરથી ન લાગે, પણ અંતરમાંથી લાગી જાય કે વાણીમાં આમ કહેવા માંગે છે, વિકલ્પોથી પણ જુદું કોઈ તત્ત્વ કહેવા માગે છે. ભલે તે તત્ત્વ પકડાતું નથી; પણ એવું એને, વિકલ્પ છે તો પણ, ભાસ્યમાન થઈ જાય છે. કોઈ વસ્તુની અપેક્ષા વગર, એકલું નિરપેક્ષપણે એવી ભાવના ફુરી જાય છે કે આ બધાથી જુદું કોઈ તત્ત્વ અંદર છે. આ ચૈતન્યમાંથી ઊગેલી ભાવના છે. તેને ગુરુનો ઉપદેશ સાંભળવાનો વિકલ્પ આવે છે, છતાં પણ કોઈ જાતની અપેક્ષા વિના એને એવી ભાવના હુરે છે કે બધાયથી રહિત એવું ચૈતન્ય તત્ત્વ અને પ્રગટ થાવ, તો તે પ્રગટ થયા વગર રહે જ નહિ. ભાવના એવી ઉગ્ર હોય તો પ્રગટ થાય જ. ૪૯૩. પ્રશ્ન:- શેયોને જાણનાર એવો જ્ઞાયક હું છું એમ ખ્યાલમાં આવે છે, તો, શું એ યોગ્ય છે? સમાધાન- બહારમાં જે શેયો જણાય છે તે હું નથી તેમ જ અંદરમાં જે વિકલ્પની ઘટમાળ ચાલે છે તે પણ હું નથી. તેનો હું જાણનાર છું-જ્ઞાયક છું. અંદરમાં એક પછી એક જે વિકલ્પ આવે છે તે તો ચાલ્યા જાય છે, પણ તેનો જાણનારો અંદરમાં હું પોતે છું. કેમ કે હું તો શાશ્વત છું. એક ક્ષણ પૂરતો નથી. તથા પરને જાણે તે હું નહિ, હું તો સ્વયં જાણનારો જ્ઞાયક છું. પરને જાણનારો તે હું નહિ, હું જાણનારો સ્વયં જ્ઞાયક છું. આ જે જણાય છે તે હું નથી, હું તો જાણનારો તેનાથી જુદો છું. આમ પહેલાં અભ્યાસ કરે, ત્યાર પછી દષ્ટિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com