________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[સ્વાનુભૂતિદર્શન
૨૭૨ ]
છે. તે બંને અપેક્ષા જુદી-જુદી છે. દ્રવ્ય અને પર્યાય બંનેનું જોડકું સાથે જ હોય છે, બેમાંથી એક પણ નીકળી શકતાં નથી છતાં બંનેની અપેક્ષા જુદી છે. સાધનામાં બંને સાથે જ હોય છે. એક મુખ્યપણે હોય છે, એક ગૌણપણે હોય છે. ૪૮૬. પ્રશ્ન:- બંને વાત તેણે પોતાના લક્ષમાં કેવી રીતે રાખવી જોઈએ ?
સમાધાનઃ- બંને વાત લક્ષમાં રાખવી જોઈએ, પણ એક જ્ઞાયક મુખ્ય હોય છે. જીવે દ્રવ્યદૃષ્ટિ અનાદિથી કરી નથી દ્રવ્ય તે મુખ્ય છે, તો પણ પર્યાય સાથે હોય છે. દ્રવ્ય છે તે પર્યાય વગરનું હોતું નથી અને પર્યાયને દ્રવ્યનો આશ્રય છે, એવો દ્રવ્ય-પર્યાયનો સંબંધ છે. તેની દૃષ્ટિ અનાદિથી પર્યાય ઉ૫૨ છે તેને ફેરવીને, દ્રવ્યદૃષ્ટિને મુખ્ય કરવી. પર્યાય તેની સાથે ગૌણપણે હોય છે, કાંઈ નીકળી જતી નથી. માટે પર્યાય સાધનામાં સાથે હોય છે. બંને સાથે હોય તેમાં દ્રવ્યદૃષ્ટિ મુખ્ય છે અને સાધના પર્યાયમાં થાય છે. ૪૮૭.
પ્રશ્ન:- છઠ્ઠી ગાથામાં પ્રમત્ત-અપ્રમત્ત રહિત ધ્રુવ જ્ઞાયક કહ્યો તે તો સમજાય છે, પછી બીજા ફકરામાં કહે છે કે શૈયાકાર અવસ્થામાં જે જ્ઞાયકપણે જણાયો તે સ્વરૂપ- પ્રકાશનમાં પણ કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. હવે પ્રશ્ન એ છે કે, અહીં ધ્રુવ જ્ઞાયકની વાત ચાલે છે, તો બીજા ફકરામાં અવસ્થાની વાત કેમ લીધી ? તો શું અવસ્થા સમજાવવાની છે કે ત્રિકાળી જ્ઞાયક સમજાવવાનો છે? બંનેમાં જ્ઞાયક એક જ છે કે જુદા છે?
સમાધાનઃ- જ્ઞાયક એક જ છે. આચાર્યદેવને જ્ઞાયક જ સાબિત કરવો છે. જ્ઞાયક તે અનાદિનો જ્ઞાયક જ છે. વિભાવ અવસ્થામાં, પ્રમત્ત-અપ્રમત્ત અવસ્થામાં, શેયાકાર અવસ્થામાં કે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં તે જ્ઞાયક જ છે. આચાર્યદેવ કહે છે કે અનાદિથી જે વિભાવની પર્યાય થાય છે તેમાં પણ તે જ્ઞાયક રહ્યો છે, અનાદિથી જ્ઞાયકપણું બદલાયું નથી. સ્વતઃસિદ્ધ જ્ઞાયક છે તે સ્વતઃસિદ્ધ જ્ઞાયકપણે જ રહ્યો છે. પ્રમત્ત-અપ્રમત્તની જે દશા છે તે દશામાં પણ જ્ઞાયક જ રહ્યો છે. ચારિત્રદશાના જે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનમાં મુનિઓ ઝૂલે છે એટલે કે ક્ષણમાં સ્વાનુભૂતિ અને ક્ષણમાં બહાર આવે તેવી જે પર્યાયો છે તે સાધનાની દશામાં પણ જ્ઞાયક દ્રવ્ય તો જ્ઞાયકરૂપે જ રહ્યું છે, તે અનાદિથી અશુદ્ધ નથી થયું. તે જ્ઞાન, દર્શન, ચારિત્રથી શુદ્ધપણે ઉપાસવામાં આવતો શુદ્ધ જ છે. જ્ઞાયક, દ્રવ્યદૃષ્ટિ પ્રગટ કરી તો પણ જ્ઞાયક જ છે, ચારિત્રની અવસ્થામાં પણ તે જ્ઞાયક છે, જ્ઞાનની અવસ્થામાં જ્ઞેયાકાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com