________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૨૭૩
થયો તો પણ તે જ્ઞાયક જ છે. તે જ્ઞેયોને જાણે છે, તો પણ તેનું જ્ઞાયકપણું ફીટતું નથી. સ્વરૂપને જાણતાં નિર્વિકલ્પ દશામાં જાય તો પણ તે જ્ઞાયક છે અને જ્ઞેયોને જાણે તો પણ તે જ્ઞાયક છે, શૈયોને જાણતાં તેમાં અશુદ્ધતા નથી આવતી. વિભાવ અવસ્થા હોય કે પ્રમત્ત-અપ્રમત્ત અવસ્થા હોય, જ્ઞાયકને કાંઈ અશુદ્ધતા આવતી નથી. શુદ્ધ-અશુદ્ધના ભેદ છે તે પર્યાયના ભેદ છે, દ્રવ્યના ભેદ નથી. એ તો સ્વત-સિદ્ધ જ્ઞાયક છે. તે બહારમાં શેયને જાણતાં ૫૨નું જ્ઞાન વધી ગયું તેથી જ્ઞાનમાં–જ્ઞાયકમાં અશુદ્ધતા આવી ગઈ એવું નથી. અને અંતરમાં જ્ઞાયક ગ્રહણ થતાં સ્વરૂપ પ્રકાશનની સ્વાનુભૂતિની દશામાં પણ જ્ઞાયક તો દ્રવ્ય અપેક્ષાએ જ્ઞાયક જ છે. જ્ઞાયક તે જ્ઞાયક જ છે, જ્ઞેયને જાણે તો પણ જ્ઞાયક છે.
સ્વરૂપ પ્રકાશનમાં પોતે જ કર્તા અને પોતે જ કર્મ એવી પર્યાય પ્રગટ થઈ, છતાં તેમાં પર્યાય સાબિત નથી કરવી પણ શાયક સાબિત કરવો છે. તેના સ્વરૂપ પ્રકાશનમાં-નિર્વિકલ્પદશામાં ગયો તો પણ જ્ઞાયક તો શાયક જ છે. ભલે તેની સાધનાની પર્યાય–વેદનની પર્યાય-સ્વાનુભૂતિરૂપે પ્રગટ થઈ, તો પણ શાયક તે જ્ઞાયક જ છે.
જ્ઞાયક બહારનાં શૈયોને જુદો રહીને જાણે છે, તેમાં શેયકૃત અશુદ્ધતા તેને આવી નથી. તેથી જ્ઞાયક જ છે. તેની પર્યાયમાં અશુદ્ધિ ચારિત્રની અપેક્ષાએ છે, પણ જાણવાની અપેક્ષાએ અર્થાત્ જ્ઞાનના જાણપણાથી અશુદ્ધતા આવતી નથી, કેમ કે તે બહારથી જુદો જ્ઞાયકસ્વરૂપે રહીને અર્થાત્ જ્ઞાયકની હાજરી અને જ્ઞાયકની ધારા રાખીને જાણે છે. તેથી તેમાં અશુદ્ધતા આવતી નથી. અનાદિથી શેયની સાથે એકત્વ કરીને જાણતો હતો તોપણ દ્રવ્યમાં અશુદ્ધિ નથી આવતી. જ્ઞાયક પ્રમત્ત-અપ્રમત્ત અવસ્થામાં પણ જ્ઞાયક છે, દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદ પડે તો પણ જ્ઞાયક જ છે અને અનાદિનો અવસ્થામાં વિભાવ છે તો પણ જ્ઞાયક છે. એમ દ્રવ્ય અપેક્ષાએ તે બધી રીતે જ્ઞાયક છે. કર્તા-કર્મનું અનન્યપણું કહીને પણ તેની પર્યાયની વાત કહેવી નથી, પર્યાય કહીને જ્ઞાયક બતાવવો છે. જ્ઞાયક સ્વાનુભૂતિમાં ગયો-નિર્વિકલ્પ દશામાં સ્વરૂપનું વેદન કરે–તો પણ જ્ઞાયક તે જ્ઞાયક છે. જ્ઞાયક જે અનાદિનો વસ્તુસ્વરૂપે છે તે જ્ઞાયક જે છે તે જ છે. જે મૂળ વસ્તુ છે તેમાં દ્રવ્ય અને પર્યાય એવા બે પ્રકાર નથી. મૂળ વસ્તુ જે જ્ઞાયક છે તે જ્ઞાયક જ છે. પર્યાય પલટાય તે જુદી વાત છે, પણ જ્ઞાયક તે જ્ઞાયક જ છે. જ્ઞાનમાં બહારનું જાણ્યું એટલે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com