________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૭૬ ]
[ સ્વાનુભૂતિદર્શન
દ્રવ્યદૃષ્ટિની મુખ્યતામાં પર્યાય ગૌણ કરવામાં આવે છે. પણ તે પર્યાય, દ્રવ્ય જે જાતનું હોય તેવી દ્રવ્યના આશ્રયે પરિણમે છે, કટકા થતા નથી. બંને અપેક્ષાઓ સાથે સમજવાની છે. યથાર્થ સમજે તો જ સાધના શરૂ થાય છે. ૪૮૯. પ્રશ્ન:- વૈરાગ્યના પ્રસંગે ઉપયોગ અંદર કેમ રાખવો તે વિસ્તારથી સમજાવવા કૃપા કરશો.
સમાધાનઃ- વારંવાર ઉપયોગને આત્મા તરફ ફેરવ્યા કરવો. શરીરના કે બીજા વિચારો આવે તો આત્મા જ્ઞાયક છે, આત્મામાં સુખ અને આનંદ છે. સંયોગો તો બધા બહારના છે, તેને ફેરવવા તે પોતાના હાથની વાત નથી-એમ ઉપયોગને વારંવાર અંતર તરફ ફેરવ્યા કરવો, વાંચન કરવું, સારા વિચારો કરવા.
જીવ એકલો આવ્યો અને એકલો જાય છે. તેને અન્ય કોઈ શરણ નથી, એક આત્મા જ શરણ છે. ગુરુદેવે કહ્યો તે માર્ગ શરણ છે. અનંતા જન્મ-મરણ કર્યા તેમાં આ મનુષ્યભવ મળ્યો ને તેમાં આયુષ્ય કયારે પૂરું થાય તેનો કોઈ ભરોસો છે? આયુષ્ય તો ક્ષણભંગુર છે. કેટલાયને છોડી પોતે ચાલ્યો ગયો અને પોતાને છોડી બીજા ગયા, એવો આ સંસા૨ છે.
દેવોનાં સાગરોપમનાં આયુષ્ય પણ પૂરાં થાય છે અને ચક્રવર્તીનાં આયુષ્ય પણ પૂરાં થાય છે, જ્યારે આ તો સામાન્ય મનુષ્ય જીવન છે. ચોથા કાળમાં પણ જુઓ ને કેવું બને છે! કે કોઈ લડાઈમાં ગયા હોય અને ત્યાં જ આયુષ્ય પૂરું થઈ જાય છે. કઈ રીતે આયુષ્ય પૂરું થાય તેનો કોઈ ભરોસો નથી. જેણે આત્માને ગ્રહણ કર્યો હોય ને આત્માના સંસ્કાર નાંખ્યા હોય તે ખરે ટાઈમે શરણ થાય છે. આવા પ્રસંગે પંચપરમેષ્ઠી, ગુરુ અને આત્મા યાદ કરવા.
આયુષ્ય તો પાણીના પરપોટા જેવું છે, ઝાકળના બિંદુ જેવું છે. કયારે તે પૂરું થાય તેની ખબર પણ ન પડે. માટે તો મોટા ચક્રવર્તીઓ, તીર્થંકરો આ સંસાર છોડીને મુનિદશા અંગીકાર કરે છે. ખરું સુખ અને આનંદ આત્મામાં છે. બહારમાં કયારે શું બને તે ખબર પડતી નથી.
મુમુક્ષુઃ- આપ કહો છો તેમ જ છે.
બહેનશ્રી:- ભગવાન આત્મા પોતાની પાસે જ છે, એનું રટણ કર્યા કરવું. ભગવાન આત્મા પોતે અનંતશક્તિનો ભંડાર છે, તેને યાદ કરવો. આ શરીર તો જડ છે, તે કાંઈ જાણતું નથી. પોતે જાણનારો અંદર બેઠો છે તે અનંતશક્તિ-અનંત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com