________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૦]
[સ્વાનુભૂતિદર્શન સમુદ્રો ભરાય એટલી માતાને રડાવી છે. તે એટલી માતાનાં દૂધ પીધાં છે કે સમુદ્રો ભરાય. એટલે કે તે અનંત જન્મ-મરણ કર્યા છે.
આયુષ્ય પૂરું થતાં આત્મા કોઈની વાટ જોવે નહિ કે આ માણસ આવ્યો નથી. આ બધાં દૂર બેઠાં છે એટલે હું ન જાઉં. ઘરમાં આવા-પાછા હોય તેની પણ આત્મા વાટ જોતો નથી. આયુષ્ય પૂરું થતાં પોતે એકદમ ચાલ્યો જાય છે. બાજુમાં બધાં સૂતાં હોય, પણ સાદ પાડવાની શક્તિ પણ રહે નહિ તો કયાંથી બોલાવે? ત્યારે અવાજ નીકળવો મુશ્કેલ પડે છે. આવા વખતે પોતાની તૈયારી જ કામ આવે છે, બીજું કાંઈ કામ આવતું નથી. સંસ્કાર નાખ્યા હોય તે જ કામ આવે છે.
અહીંનું આયુષ્ય પૂરું થતાં આત્માના સંસ્કાર લઈને જાય તે સારું છે. નહિ તો રાગ હોય તો દુઃખી થાય છે. આ જીવ એક પછી એક શરીર ધારણ કરે છે. તેમાં દેવોના સાગરોપમનાં આયુષ્ય પણ પૂરાં થાય છે, તો આ મનુષ્યદેહનાં આયુષ્ય શું હિસાબમાં છે?
આ કાળની અંદર ગુરુદેવે કહ્યું તે કરવા જેવું છે કે જેથી હવે જન્મ જ ન થાય ને માતા જ કરવી ન પડે. ગુરુદેવે માર્ગ બતાવ્યો તે ગ્રહણ કરવા જેવો છે. જન્મમરણથી રહિત એવો જે શાશ્વત આત્મા છે તેને ગ્રહણ કરી એને ઓળખવો તે ખરું કરવા જેવું છે.
ગજસુકુમાર પોતે મુનિ થયા છે ત્યાં તેના સસરા આવી ઉપસર્ગ આપે છે, માથા ઉપર સગડી જેવું બનાવી અંગારા મૂકે છે; પણ પોતે અંતરમાં લીન થઈ જાય છે ને જરાક વારમાં કેવળજ્ઞાન પામે છે. તેઓ કૃષ્ણ વાસુદેવના ભાઈ હતા તો પણ એવા ઉપસર્ગ આવ્યા. કૃષ્ણ વાસુદેવને એમ થાય છે કે ગજસુકુમારને આવો ઉપસર્ગ !! પણ કર્મનો ઉદય આવે છે ત્યાં કોઈનું ચાલતું નથી.
સુકુમાર મુનિને ત્રણ દિવસ અને ત્રણ રાત શિયાળિયાં ઉપસર્ગ કરે છે છતાં પોતે આત્મામાં લીન થઈ ધ્યાન કરે છે ને આયુષ્ય પૂરું થતાં દેવલોકમાં જાય છે.
મુનિઓને ઉપસર્ગ આવે છે અને ઓચિંતા દેહ છૂટી જાય છે. ચોથા કાળમાં પણ આવા પ્રસંગો બનતા. તીર્થકરોને પાણીના પરપોટા દેખીને, વાદળાના ફેરફાર દેખીને, વૈરાગ્ય આવે છે કે સંસારનું સ્વરૂપ જ આવું છે અને દીક્ષા લઈને ચાલ્યા જાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com