________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૨૭૭ સુખથી ભરેલો છે અને આશ્ચર્યકારી છે, તેનું રટણ કરવું.
જિનેન્દ્ર ભગવાન કે જેમણે આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ કર્યું છે તેમને અને જે સાધના કરી રહ્યા છે તે ગુરુને યાદ કરવા, શાસ્ત્રનું વાંચન-ચિંતવન કરવું. શરીર જુદું, આત્મા જુદો-એવા ભેદજ્ઞાનના સંસ્કાર અંદર નાખ્યા કરવા.
મુમુક્ષુ- આપ કહો છો તે સાંભળ્યા જ કરું એમ અંદરથી થાય છે.
બહેનશ્રી - એટલા સંસ્કાર છે તે સારું છે. શાંતિ તે સુખદાયક છે, બીજો કોઈ ઉપાય નથી. આયુષ્ય તે રીતે જ પૂરું થવાનું હતું તેને ભૂલ્યા વગર છૂટકો જ નથી. વહેલું કે મોડું ભૂલવાનું જ છે, તો પહેલેથી જ શાંતિ રાખવી. આર્તધ્યાન કરવાથી કાંઈ લાભ નથી. કુદરત આગળ કોઈનું ડહાપણ કામ આવતું નથી. કાંઈ ઉપાય નથી, તો શાંતિ જ રાખવી.
બાળક- શું આત્મા મરી ગયો નથી ?
બહેનશ્રી - આત્મા શાશ્વત છે, તેનું મરણ થતું નથી. જ્યાં ગયો ત્યાં આત્મા શાશ્વત છે, માત્ર શરીરનો ફેરફાર થાય છે. આત્મા અહીંથી સંબંધ છોડીને બીજે સંબંધમાં જાય છે. બહારના સંયોગ જોવા નહિ, આ ભવમાં ગુરુદેવની વાણી વર્ષો સુધી મળી તેના જેવું બીજું કોઈ ભાગ્ય નથી. તેની પાસે ઇન્દ્રપદવી કે ત્રણ લોકનું રાજ્ય બધું તુચ્છ છે. માટે સારાં સ્મરણો યાદ કરવાં, જ્ઞાયક ચૈતન્યદેવને યાદ કરવો, ભગવાન ને ગુરુને યાદ કરવા.
આત્મા શાશ્વત છે ને શરીરના ફેરફારો થાય છે. એક ભવથી બીજો ભવ એમ અનંત જન્મ-મરણજન્મ-મરણ કર્યા છે. તેમાં આ ભવમાં ગુરુદેવ મળ્યા તો ભવનો અભાવ થાય, આ જન્મ-મરણ ટળી જાય ને શરીર જ ન મળે, શરીર જ ન જોઈએ એવી ભાવના પ્રગટ કરવી.
આર્તધ્યાનના ભાવ ઓછા કરીને, પોતે વિચાર કરીને શાંતિ રાખવી. ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો કે આ શરીર જુદું અને આત્મા જુદો, કોઈ વિકલ્પ મારો નથી. પોતાનું ધાર્યું બહારમાં થતું નથી.
દુઃખના સમયે દેવ-શાસ્ત્ર-ગુરુ યાદ આવે તે સારું છે. તેઓ યાદ આવતાં દુઃખ ઓછું થઈ જાય. એટલે શાસ્ત્રમાં આવે છે કે દુઃખના પ્રસંગે તારા આત્માના જે જે સારા પ્રસંગો બન્યા હોય તે યાદ કરજે. કોઈ વૈરાગ્યના કે ગુરુદેવના પ્રસંગો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com