________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૭૪]
[સ્વાનુભૂતિદર્શન જ્ઞાયકપણું કાંઈક ઓછું થયું અને અંદરનું જાણું એટલે જ્ઞાયકપણું કાંઈક વધી ગયું અથવા તો બહારનું વધારે જાણું એટલે જ્ઞાયકપણું વધી ગયું અને અંદરનું જાણું એટલે તે ઘટી ગયું એવું કાંઈ નથી. જ્ઞયાકારથી જ્ઞાયક અશુદ્ધ થઈ ગયો એવું કાંઈ નથી, દ્રવ્ય અપેક્ષાએ જ્ઞાયક તે જ્ઞાયક છે. દ્રવ્ય અનાદિનું છે, તેમાં જેણે દૃષ્ટિ સ્થાપી, તેને જ્ઞાનની પર્યાય હોય કે ચારિત્રની પર્યાય હોય-ગમે તે પર્યાય હોયતો પણ બધી અવસ્થામાં જ્ઞાયક તે જ્ઞાયક છે-સદાને માટે જ્ઞાયક તે જ્ઞાયક છે. પર્યાય ગમે તે રીતે પરિણમે પણ જ્ઞાયક તે જ્ઞાયક છે એમ કહેવું છે.
જ્ઞાયક સ્વરૂપ-પ્રકાશનમાં પણ જ્ઞાયક, જ્ઞયાકારમાં પણ જ્ઞાયક, પ્રમત્તઅપ્રમત્તમાં પણ જ્ઞાયક ને વિભાવની ગમે તે અવસ્થામાં પણ જ્ઞાયક તે જ્ઞાયક છે. અનાદિથી જ્ઞાયક તે જ્ઞાયક જ છે. દ્રવ્યદૃષ્ટિથી સાધનાની પર્યાય પ્રગટ થઈ તો પણ જ્ઞાયક તે જ્ઞાયક છે એમ આચાર્યદેવનું કહેવું છે. ૪૮૮. પ્રશ્ન- પર્યાયનું કારણ પર્યાય છે, દ્રવ્ય-ગુણ નથી તે કથનનો શું આશય સમજવો ? સમાધાન - પર્યાયનું કારણ પર્યાય, દ્રવ્ય-ગુણ નહિ. જેમ દ્રવ્ય-ગુણ અનાદિઅનંત સ્વત:સિદ્ધ છે, તેમ પર્યાય પણ સ્વત:સિદ્ધ છે, તે કોઈથી બનેલી કે ઉપજાવેલી નથી. દ્રવ્યમાં જે પર્યાય છે તે સ્વત:સિદ્ધ છે, દ્રવ્યને કારણે પર્યાય છે તેમ નથી. અકારણ પરિણામિક દ્રવ્ય છે. જેમ દ્રવ્ય સ્વતઃસિદ્ધ છે તેમ પર્યાય પણ
સ્વત:સિદ્ધ છે. તે પર્યાયને પરિણમવામાં કોઈ આગળ-પાછળની પર્યાયનું કારણ લાગુ પડે એમ પણ નથી. વસ્તુસ્થિતિએ પર્યાય સ્વત:સિદ્ધ છે, માટે પર્યાયનું કારણ પર્યાય કહેવામાં આવે છે. પર્યાય છે તે સ્વત:સિદ્ધ છે. જેમ દ્રવ્ય-ગુણ
સ્વતઃસિદ્ધ છે તેમ પર્યાય પણ સ્વત:સિદ્ધ છે. પણ તેનો અર્થ એવો નથી કે કોઈ દ્રવ્ય પર્યાય વગરનું છે અને પર્યાયને કોઈ દ્રવ્યનો આશ્રય નથી. એટલે કે પર્યાય અદ્ધર-અદ્ધર છે એવો અર્થ નથી, પણ પર્યાય છે તે સ્વત:સિદ્ધ છે. સ્વત:સિદ્ધ પર્યાય પરિણમે તે અકારણ છે. જેમ દ્રવ્ય-ગુણ અકારણ છે તેમ સ્વતઃસિદ્ધ પર્યાય પણ અકારણ છે એમ તેનો અર્થ છે. પરંતુ તેથી કાંઈ પર્યાય અદ્ધર છે અને દ્રવ્ય તદ્દન ફૂટસ્થ છે અર્થાત્ દ્રવ્યમાં કોઈ પરિણામ નથી ને પર્યાય દ્રવ્ય વગરની છે એવો અર્થ નથી. પર્યાયનું સ્વતઃસિદ્ધપણું છે અને તે પોતે સ્વતંત્ર છે. પર્યાયના બધા કારકો સ્વતંત્ર છે ને તે સ્વતંત્ર પરિણમે છે એવો એનો અર્થ સમજવાનો છે. પર્યાય પણ, એક વસ્તુની જેમ, અકારણ છે એમ કહેવું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com