________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા]
[ ૨૭૧ અને પર્યાય બેનું જોડકું છે, બે સાથે જ હોય છે. પરિણામ અને અપરિણામી બે સાથે છે અને તેથી તેમાં જ સાધના થાય છે.
બંધ-મોક્ષને નથી કરતો તે ખરું તો સાધક અવસ્થાવાળા જીવે જાણું છે. કોઈએ બુદ્ધિથી જાણ્યું હોય તે જુદી વાત છે, પણ આ તો તેણે અંદરની પરિણતિ પ્રગટ કરીને જાણ્યું છે. સાધકને પોતાનો આત્મા પ્રહણ થતાં દ્રવ્યદષ્ટિ પ્રગટ થઈ છે અને જેણે દ્રવ્ય ઉપર દષ્ટિ સ્થાપી તે જ વાસ્તવિક રીતે બંધ-મોક્ષનો કર્તા નથી. તો પણ સાધનાની પર્યાય તો તેને ચાલુ જ છે. આચાર્યદવ કહે છે કે પરિણત એટલે કે જીવનો સ્વભાવ પરિણામી પણ છે અને અપરિણામી પણ છે. એમ બંને વસ્તુસ્વભાવને આચાર્યદવ સાબિત કરે છે.
જે અપરિણામી છે તેને જ્ઞાન પરિણત જીવે જામ્યો છે તેમ જ તેણે જ સાધનાની પર્યાય શરૂ કરી છે. આમ વાસ્તવિક રીતે પરિણતિ અને અપરિણામીને સાધક જીવ જ બરાબર જાણે છે. દ્રવ્યદૃષ્ટિમાં તો મતિ-શ્રુતજ્ઞાનના ભેદ તથા ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકના ભેદ પણ નથી. દ્રવ્યદૃષ્ટિ અખંડ અને અભેદને ગ્રહણ કરે છે, છતાં પણ ભેદ હોય છે તેને જ્ઞાન જાણે છે. ભેદ અને અભેદ સાથે રહે છે. દ્રવ્ય અપેક્ષાએ વસ્તુ અખંડ હોવા છતાં ગુણ-પર્યાય અપેક્ષાએ તેમાં ભેદ પડે છે, બંને અપેક્ષાઓ જુદી છે. પરિણામ-અપરિણામી વિરોધી દેખાતા હોવા છતાં બંને સાથે રહે છે અને મુક્તિના માર્ગમાં બંને સાથે જ હોય છે. અપરિણામી ઉપર જોર છે અને તેની ઉપર દષ્ટિ સ્થાપી છે, તો પણ સાધના પરિણામમાં જ થાય છે. સાધનાનું જે પરિણામીપણું છે તે, અપરિણામી તરફની મુખ્યતાથી જ, પરિણામમાં થાય છે. આવો પરિણામ-અપરિણામીનો સંબંધ છે અને તેને જ્ઞાન બરાબર ગ્રહણ કરે છે. દ્રવ્ય અને પર્યાય બંને સાથે જ હોય છે, એટલે આચાર્યદેવે કહ્યું છે કે જે જ્ઞાન પરિણત જીવ છે તે જ બંધ-મોક્ષને કરતો નથી. જે પરિણામી છે-સાધનારૂપે પરિણમેલો છે તેને દ્રવ્યદષ્ટિ પ્રગટ થઈ છે અને તે જ ખરો જ્ઞાયક છે.
જ્ઞાન-પરિણામી જે જીવ છે તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તે પરિણામીપણું જેને છે તેને દ્રવ્યદૃષ્ટિ પણ સાથે જ રહે છે અર્થાત્ તેને દ્રવ્યદષ્ટિપૂર્વક સાધનાની પર્યાય સાથે રહે છે. તે દ્રવ્યદષ્ટિ દ્રવ્યમાંથી બધા ભેદને કાઢી નાંખે છે, તો પણ જે પર્યાય કાઢી નાખે છે તેમાં જ સાધના શરૂ થાય છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે. દ્રવ્ય અપેક્ષાએ વસ્તુ અપરિણામી છે અને પર્યાય અપેક્ષાએ વસ્તુ પરિણામી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com