________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૭૦]
[ સ્વાનુભૂતિદર્શન કયાં પહોંચાડી દીધા છે. જે છે તે બધું ગુરુદેવના પ્રતાપે છે. બધું ગુરુદેવના ચરણે છે, બધું તેમનું જ છે. પ્રશ્ન:- સમયસાર ગાથા ૩૨૦ જયસેનાચાર્યની ટીકામાં આવે છે કે શુદ્ધ જ્ઞાન અર્થાત અપરિણામી ધ્રુવ આત્મા બંધ-મોક્ષને કરતો નથી. આ વાત તો સમજાય છે; પરંતુ પછી એમ આવે છે કે શુદ્ધજ્ઞાન પરિણત જીવ પણ બંધ-મોક્ષને કરતો નથી. પરિણત એટલે પરિણમતો કહેવો અને પાછો બંધ-મોક્ષ કરતો નથી એમ કહેવું તે કઈ રીતે ઘટે છે ? સમાધાન- પૂજ્ય ગુરુદેવે તો ઘણો વિસ્તાર કર્યો છે, સમજાવવામાં બાકી રાખ્યું નથી. સૂક્ષ્મ-સૂક્ષ્મ કરીને શાસ્ત્રનું રહસ્ય ખોલ્યું છે. ગુરુદેવનો અનંત-અનંત ઉપકાર છે. જો તે સમજીને અંદર પુરુષાર્થ કરે તો પ્રગટ થાય એવું છે. અનાદિઅનંત જે વસ્તુ છે તે વસ્તુ પોતે બંધ-મોક્ષને કરતી નથી. તે વસ્તુ સ્વભાવ છે. પરિણત એટલે કે જે સાધક અવસ્થાએ પરિણમેલો જીવ છે તે. અને તે બંધમોક્ષને કરતો નથી અર્થાત્ જેને દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ છે તે બંધ-મોક્ષને કરતો નથી. જેણે વસ્તુનું સ્વરૂપ જાણું છે તે ખરેખર બંધ-મોક્ષને કરતો નથી. કારણ કે દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ તેણે દ્રવ્યને યથાર્થ ગ્રહણ કર્યું છે, દ્રવ્ય ઉપર દષ્ટિ કરી છે એટલે દ્રવ્યદષ્ટિની અપેક્ષાએ તે બંધ-મોક્ષને કરતો નથી.
પરિણત કહીને આચાર્યદવ એમ કહે છે કે, તે પરિણમે છે એટલે કે પરિણામ-અપરિણામી બંને સાથે હોય છે. અપરિણામી તે દ્રવ્ય છે અને પરિણામ તે પર્યાય છે. સાધક અવસ્થાએ પરિણમેલો જીવ છે તે વાસ્તવિક રીતે વસ્તુ સ્વરૂપને જાણે છે, તેથી તે બંધ-મોક્ષને કરતો નથી. વાસ્તવિક રીતે પરિણમેલો જીવ જ વસ્તુસ્વરૂપને જાણે છે અને તે દ્રવ્ય અપેક્ષાએ બંધ-મોક્ષને કરતો નથી. વસ્તુ સ્વરૂપ અનાદિ-અનંત જેમ છે તેમ જ્ઞાન પરિણત જીવે જ જાણ્યું છે કે આ મારું સ્વરૂપ છે. જે વસ્તુ છે તે બંધાતી નથી અને જો તેને બંધન નથી તો મુક્તિ કોની? માટે વસ્તુસ્વભાવમાં બંધ કે મુક્તિ નથી અને તેમાં બંધન કે મુક્તિ નથી તે જ્ઞાન પરિણત જીવે જ જાણું છે.
તે આવું જાણવા છતાં તેની સાધનાની પર્યાય તો ચાલુ જ રહે છે, મોક્ષની સાધના પણ તે જ કરે છે. એવું જ કોઈ વસ્તુનું સ્વરૂપ છે કે અપરિણામી અને પરિણતિ (પરિણામ) બંને સાથે જ હોય છે. તે ટીકામાં આગળ આવે છે કે દ્રવ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com