________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬ ]
[ સ્વાનુભૂતિદર્શન અભ્યાસ છે તેથી મંદતા તરફ ઢળી જાય છે. પણ વારંવાર તેની પાછળ પડે તો એકસરખું ટકી રહેવાનો પ્રસંગ બને.
આચાર્યદેવ મુનિને કહે છે કે તારા જીવનમાં દીક્ષાકાળ અને બીજા વૈરાગ્યના પ્રસંગોને યાદ કરજે. દીક્ષા લેતી વખતે મને કેવી જાતના ભાવ હતા તેને તથા ત્યાગ લીધો, મુનિપણું લીધું, ભાવલિંગી શ્રમણ થયો તે જીવનના સારા પ્રસંગને તું યાદ કરજે. તેમ જ તારી સાધનાને યાદ કરજે. તેવી રીતે તું ગુરુદેવે ઉપદેશ આપ્યો, કોઈ અપૂર્વ વાત કરી, તને તેની અપૂર્વતા લાગી ત્યારે કેવા ભાવ હતા તે બધા પ્રસંગોને યાદ કરજે. તારા પુરુષાર્થની ઉગ્રતા કરવા માટે તે બધું યાદ કરજે. ૪૬૯.
પ્રશ્નઃ- જાણનાર છું એમ અસ્તિત્વ ખ્યાલમાં આવે છે, પણ પરિપૂર્ણ અસ્તિત્વ ખ્યાલમાં કેમ નથી આવતું ?
સમાધાનઃ- જે અસ્તિત્વ હોય તે પૂરું હોય કે અધૂરું હોય? જે દ્રવ્ય હોય તે ખામીવાળું હોય તો તે દ્રવ્ય કેમ કહેવાય? જે સ્વત:સિદ્ધ વસ્તુ છે તે ખામીવાળી હોય નહિ. અસ્તિત્વ પરિપૂર્ણ ન હોય અને અધૂરું હોય તો તે અસ્તિત્વ જ નથી. અસ્તિત્વ તો હંમેશાં પૂરું જ હોય. ૪૭૦.
પ્રશ્ન:- આત્માને જ્ઞાન-લક્ષણથી ઓળખવો તે બરાબર છે; પણ બહારથી જે જણાય છે તેનાથી આત્મા ઓળખી શકાતો નથી. તો અમારે શું કરવું ? સમાધાનઃ- જ્ઞાન-લક્ષણથી લક્ષિત હું જ છું. આ દેખાય-જણાય માટે હું છું એમ નહિ, તે તો બધાં બાહ્ય લક્ષણ છે. હું સ્વયં પોતે જ્ઞાન-લક્ષણથી લક્ષિત છું એમ પોતે પોતાનું અસ્તિત્વ ઓળખે તો થાય. કરવાનું પોતાને છે. ઊંડી રુચિ, લગની લગાડીને અંદરથી આત્માને ઓળખે તો થાય. દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા, રુચિ તો છે, પરંતુ અંદરથી વધારે પુરુષાર્થ કરવો તે પોતાના હાથની વાત છે. ૪૭૧. પ્રશ્ન:- આકુળતા મંદ પડી જાય એટલે શાંતિ લાગે છે, શુભ-અશુભનો પલટો થયા જ કરે છે. તો આગળ વધવા શું કરવું?
સમાધાનઃ- અનાદિથી જીવને અભ્યાસ છે એટલે શુભ ને અશુભ ચાલ્યા કરે છે. અશુભ સ્હેજે છૂટી જાય અને શુભમાં પલટો ખાય તે પુણ્યબંધ છે. પણ હજી ત્રીજી ભૂમિકા રહી જાય છે, જે શુદ્ધ-ઉપયોગની ભૂમિકા છે. અશુભથી પલટો ખાતાં શુભભાવ આવે છે, પણ અંદર શ્રદ્ધા રાખે કે આ હું કરું છું તે તો
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com