________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૨૬૧
પણ સાથે જાણે કે ભગવાન તો પરિપૂર્ણ વીતરાગ છે, હું તો મારી ભક્તિની ભાવનાથી કહું છું. હે ભગવાન! મને તમે તારો-એમ કહેતાં વખતે પણ તેના જ્ઞાનમાં એમ વર્તે છે કે હું ચૈતન્ય ભગવાન છું. હું પુરુષાર્થ કરીશ ત્યારે તરીશ.એમ બધું જ્ઞાન તો યથાર્થ કરવું જોઈએ. પણ ભક્તિ કરે ત્યારે ભક્તિથી રંગાયેલો હોય. જો તે કૃત્રિમ વિકલ્પો કર્યા કરે તો ભક્તિ આવવી મુશ્કેલ પડે છે, ભક્તિ ઊપડતી નથી. ૪૭૯.
પ્રશ્ન:- આબાળગોપાળ બધાંને ભગવાન આત્મા જણાઈ રહ્યો છે એટલે શું? અનુભવાઈ રહ્યો છે-અનુભવમાં આવે છે તેનો શું આશય છે તે સમજાવશોજી. સમાધાનઃ- આચાર્યદેવ કહે છે કે જ્ઞાન-લક્ષણ તારાથી ઓળખાય તેવું છે. અનુભવાઈ રહ્યો છે એટલે કે તે રૂપે તું છો, તારા સ્વભાવે તું પરિણમી રહ્યો છો. અનુભવમાં આવે છે એટલે કે વેદનરૂપે, સ્વાનુભૂતિરૂપે અનુભવમાં આવે છે એમ નહિ; પરંતુ પરિણમનમાં તું જ્ઞાન-લક્ષણથી પરિણમી રહ્યો છે, તેનાથી ઓળખાય તેવો તું છો. તું પોતે જ છો, તો તું તને કેમ જાણતો નથી ? તું જ્ઞાનસ્વભાવે છો, જ્ઞાનસ્વભાવે તું જ થઈ રહ્યો છો. તું પોતે અનુભવરૂપે રહ્યો છો. પણ તે અનુભવ એટલે આનંદના વેદનની અનુભૂતિ નહિ; પરંતુ તું તારા અસ્તિત્વરૂપે છો, તેને ઓળખી લે. તું જ છો, તું જડ નથી થઈ ગયો પણ અંદર વિકલ્પમાં એવો અટવાઈ ગયો છે કે તને તેનાથી છૂટા પડવું મુશ્કેલ પડે છે. એક એક શેયમાં-ખંડ ખંડમાં અટવાઈ ગયો છો તેથી અખંડને ગોતવાની મુશ્કેલી પડે છે. જાણનારો તું છો, નિઃશંકપણે બધાને જાણે છે. ૪૮૦.
પ્રશ્ન:- સાચી રુચિવાળા જીવની પરિણતિ કેવી હોય તે બતાવશોજી.
સમાધાનઃ- જે રુચિવાળો હોય તેને એમ થાય કે કરવા જેવું તો આ એક જ છે, શુદ્ધાત્મારૂપે પરિણતિ કરવી તે જ કરવાનું છે. પણ હજી મારાથી થયું નથી. આત્મા શુદ્ધ છે પણ પુરુષાર્થ કરીને શુદ્ધતાને હું પામ્યો નથી. તેનું હૃદય ભીંજાયેલું હોય છે. તે અશુભથી બચવા શુભમાં ઊભો રહે છે, પણ શુભમાં સર્વસ્વ માનતો નથી. જે સ્વચ્છંદી જીવો છે તે પોતાને પર્યાયથી શુદ્ધ માને છે ને આ બધું ઉદય આધીન થાય છે એમ કહે છે. પણ તે એક જાતનું શુષ્ક જ્ઞાન છે.
રુચિવાળા જીવને જ્ઞાન અને ક્રિયાનયની મૈત્રી ભલે અંતરમાં પરિણતિરૂપે પ્રગટી નથી, છતાં ક્રિયામાં મોક્ષ માનતો નથી. અને આત્મા શુદ્ધ છે, પરંતુ હું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com