________________
[ ૨૫૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
હું ચૈતન્ય શાશ્વત છું. મારો નાશ થતો નથી. હું નિર્મળ છું. પવિત્ર છે. આવો અભ્યાસ કરે તે પહેલાં વિકલ્પથી થાય,-ઉપર ઉપરથી થાય; પણ ખરું તો ઊંડાણથી કરે તે છે. ઊંડાણ પહેલાંથી આવે નહિ. અનાદિથી બહારનો અભ્યાસ છે ને અશુભમાં પડેલો છે, તેનાથી પાછો વળવા માટે વારંવાર અભ્યાસ કરે. સમજણ ન પડતી હોય તો સત્સંગ કરે, સ્વાધ્યાય કરે, શ્રવણ કરે; પણ ભેદજ્ઞાનના અભ્યાસની પાછળ જ સ્વાનુભૂતિ થવાનો પ્રસંગ આવે છે. સાચી શ્રદ્ધાપૂર્વક ભેદજ્ઞાનની ધારા પ્રગટે તો તેમાં સાચી સ્વાનુભૂતિ આવવાનો પ્રસંગ બને.
ભેદજ્ઞાન થયા વગર સાચી અનુભૂતિ થતી જ નથી. જે શરીરને જુદું ના માને, પોતે અંદર જુદું તત્ત્વ છે તેને ઓળખે નહિ અર્થાત્ જુદું તત્ત્વ છે તેને અંદરથી જુદું પાડ્યા વગર સાચી સ્વાનુભૂતિ થતી નથી. વિકલ્પ મંદ પડી જાય, એટલે શાંતિ જેવું કાંઈક લાગે, કંઈક ચમત્કાર દેખાય; પણ અંદરથી વિકલ્પ તૂટીને જે આનંદ આવે તે આવતો નથી. વિકલ્પોને રોકે, દબાવી દે, પણ અંદરથી છૂટો પડતો નથી ત્યાં સુધી સાચો આનંદ આવતો નથી. ૪૭૪. પ્રશ્ન- આપ અમને દિવ્ય શક્તિશાળી મંત્ર આપો, જેના રટણથી કલ્યાણ થઈ જાય. સમાધાનઃ- હું તો એક જ મંત્ર આપું છું. કહેવાનું એક જ છે કે, જ્ઞાયકનું કરવું. જ્ઞાયક છું-જ્ઞાયક છું તે મહામંત્ર છે. નિરંતર તેનું રટણ કરવા જેવું છે. તત્ત્વસ્વભાવથી તેને ઓળખવો તે મૂળ છે. તે ન થાય ત્યાં સુધી તેનું રટણ કરવું કે હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું. આ શરીર તે હું નથી, વિભાવની બધી પર્યાયો મારા સ્વરૂપે નથી.
હું જ્ઞાયક છું, હું શાયક છું એમ વારંવાર તે ચૈતન્યઘર તરફ દષ્ટિ દેવાની છે. ત્યાં જ પરિણતિને લઈ જવાની છે. તે કરવાથી તેના ઉપર ધ્યાન આપવાથીવિકલ્પ તૂટીને નિર્વિકલ્પ શુદ્ધાત્મતત્ત્વ પ્રગટ થાય છે. આ પ્રયાસ જ કરવા જેવો છે.
જીવનને ચૈતન્યમય બનાવી દેવું. તે કરવાનું છે. હું શરીરમય નથી, રાગમય નહિ, વેદનામય નથી. જે ધ્યેયથી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી તે ધ્યેય રાખવું. એક ચૈતન્યમય જ જીવન બનાવવું તે કરવાનું છે.
અંદર ચૈતન્યની સ્વાનુભૂતિ થાય તે વાત જુદી છે, પણ સ્વાનુભૂતિ ના થાય ત્યાં સુધી ભાવનામય જીવન બનાવવું. ચૈતન્ય વગર ચેન પડે નહિ એવું જીવન બનાવી દેવું. ચૈતન્યના ચિંતવન વગર, ચૈતન્યની વાર્તા વગર, ચૈતન્યના શ્રવણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com