________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૨]
[સ્વાનુભૂતિદર્શન તે રૂપે પરિણમ્યો નથી એમ માને છે. તેને શુભભાવ આવે છે, પરંતુ શુભમાં સર્વસ્વ માનતો નથી. અને શુદ્ધભાવ કેમ પ્રગટે તેની ભાવના રહે છે. આત્મા વસ્તુસ્વભાવે શુદ્ધ છે એવી રૂચિ અને ભાવનાથી જે જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે, આત્માર્થી છે તેનું હૃદય ભીંજાયેલું રહેવું જોઈએ. જે શુષ્કજ્ઞાની છે તેનું હૃદય ભીંજાયેલું હોતું નથી અને બીજા (ક્રિયાજડ) ક્રિયાના પક્ષપાતી થઈ જાય છે.
સચિવાળા જીવને “કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ” માત્ર મોક્ષની અભિલાષા રહે છે. આત્માર્થીને ન શોભે તેવા કપાયો તેને હોતા નથી.
ભવે ખેદ અંતર દયા ત્યાં આત્માર્થ નિવાસ.” આત્માર્થીનું હૃદય એવું હોય છે કે શુદ્ધાત્મા કેમ પ્રગટે? જિજ્ઞાસા એવી હોય છે કે શુદ્ધાત્માની પરિણતિ કેમ પ્રગટ થાય? તેવી ભાવનાથી તેનું હૃદય ભીંજાયેલું હોય છે. આવા જીવને જ્ઞાન અને ક્રિયાનયના પક્ષપાતી કહેવાતા નથી પણ તે મુમુક્ષુની ભૂમિકામાં છે. હું આગળ વધી શકતો નથી તેવી ખટકથી તેનું હૃદય ભીંજાયેલું રહે છે.
આત્માર્થી ભક્તિમાં જોડાય છે ને યથાશક્તિ વિરક્તિ પણ હોય છે. તે બહારમાં રચ્યો પચ્યો રહેતો નથી. તેને અંદર કપાયની તીવ્રતા વધતી નથી, પણ મંદતા હોય છે. તેને આત્માર્થનું પ્રયોજન હોય છે, ને એવી અંદરની રૂચી હોય છે.
જેને શુદ્ધજ્ઞાન અને ક્રિયાનયની મૈત્રી પ્રગટ થઈ છે તે જ્ઞાનીની વાત જુદી છે અને જેને જ્ઞાનનય કે ક્રિયાનયનો પક્ષપાત વર્તે છે તે અજ્ઞાનીની વાત પણ જુદી છે. જ્યારે આ તો સચિવાળો જીવ છે.
ચૈતન્યનું કાર્ય કરવું એ તારી ફરજ નથી? તારો કાળ નકામો ના ગુમાવીશ. આ મનુષ્યભવનો કાળ આત્માને માટે ગાળ. શરીર માટે અનંતકાળ કાઢયો, શરીરની સગવડતા માટે અનંતકાળ કાઢયો-ગુમાવ્યો છે. હવે એક ભવ તું આત્માને માટે કાઢ. આ ભવ એવો કાઢ-એવો વિતાવ કે બધા ભવનો અભાવ થઈ જાય. બધા અનંતભવ શરીર ખાતર, બહારની સગવડતા ખાતર ગાળ્યા; પણ તારા ભવભ્રમણનો છુટકારો થયો નથી. આત્માને માટે હવે એક ભવ તો એવો ગાળ કે જેથી તારા બધા ભવનો અભાવ થઈ જાય. ૪૮૧. પ્રશ્ન- આત્મજ્ઞાન પ્રગટ કરવા માટે તપશ્ચર્યા કરવી પડે ? સમાધાનઃ- આત્મા જ્ઞાનસ્વભાવી છે, તેનું જ્ઞાન પ્રગટાવવાના પુરુષાર્થમાં વચ્ચે શુભભાવ આવે છે. પણ એકલી તપશ્ચર્યા કરે તો કંઈ થાય નહિ. સાચા માર્ગે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com