________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[૨૬૫ મંદિર ખૂલી જશે અને મંગળતાથી ભરેલા ચૈતન્યદેવ પ્રગટ થશે. જિનેન્દ્રભગવાનનું મંદિર મંગળરૂપ છે. તેમ આ ચૈતન્યદેવ પણ મંગળરૂપ છે. મંગળ મંદિર અંતરમાંથી ખૂલી જતાં અંદર ચૈતન્યદેવ મંગળતાથી ભરેલા છે તે પ્રગટ થશે. અર્થાત્ આનંદથી ભરપૂર, જ્ઞાનથી ભરપૂર અને મંગળતાથી ભરેલી પર્યાયો પ્રગટ થશે. ચૈતન્યદેવની દરેક પર્યાયો મંગળતાથી ભરેલી છે. “સર્વગુણાંશ તે સમ્યકત્વ'બધા ગુણોની પર્યાયો અંશે મંગળરૂપ થશે અને તેમ કરતાં-કરતાં
જ્યારે સાધકદશાની વિશેષ વૃદ્ધિ થઈને પૂર્ણતા થશે ત્યારે મંગળતાથી ભરેલા શુદ્ધાત્માની પૂર્ણ મંગળરૂપ પર્યાયો પ્રગટ થશે. જે મંગળતા મુનિને પ્રગટ થાય છે તેની શું વાત કરવી ? અને જે મંગળતા કેવળજ્ઞાનમાં પ્રગટ થાય છે તેની શું વાત કરવી! ટહેલ મારતા-મારતાં મંગળ દ્વાર ખૂલી જશે ને મંગળરૂપ ચૈતન્યદેવ બિરાજે છે તે મંગળમૂર્તિ ચૈતન્યદેવ પ્રગટ થઈ જશે. માટે, ટહેલ માર, તો ચૈતન્યનો લાભ પ્રગટ થશે. અર્થાત્ મંગળરૂપ ચૈતન્યદેવ પ્રગટ થશે કે જે મંગળતાથી ભરપૂર છે-એટલે કે તેમાં સ્વાનુભૂતિ, આનંદ અને સુખ ભરેલાં છે. તેનું જ્ઞાન કોઈ જુદું, તેનો આનંદ કોઈ જુદો ને તેમાંથી પ્રગટેલું ચૈતન્યનું બળઅનંત શક્તિસમ્પન્ન ચૈતન્યનું બળ-પણ કોઈ જુદું! અનંત ગુણોમાં રમનારો મંગળતાથી ભરેલો તે ચૈતન્યદેવ કોઈ જુદો જ પ્રગટ થશે. માટે બધાએ તે જ કરવા જેવું છે.
જ્ઞાયક..જ્ઞાયક....જ્ઞાયક...એમ કરતાં ચૈતન્યના મંગળ દ્વાર ખૂલી જાય છે ને દિવ્યમૂર્તિ ભગવાન પ્રગટ થઈ જાય છે. એ જ જીવનમાં કરવા જેવું છે.
મુમુક્ષુ - સૌ પહેલાં સમ્યગ્દર્શન થયું હશે ત્યારે આપને આનંદ-ઉલ્લાસ કેટલો આવ્યો હશે !!
બહેનશ્રી - મારી હું શું વાત કરું? એ તો અનંતકાળથી જે નહોતું મળ્યું તે મળે તેના આનંદનું શું કહેવું!! તે આનંદ અંશે હતો, હવે તો ભાવના પૂર્ણતાની થાય છે. કયારે મુનિદશા આવે! ક્ષણે ક્ષણે અંતરમાં વાસ કરી બહાર ન આવીએ એવો દિવસ ક્યારે આવે! એવી ભાવના રહે છે. ચૈતન્યમાંથી પ્રગટ થયેલો તે આનંદ જુદો જ હોય છે! અંગત વાત તો શું કરવી? બાકી હવે તો મુનિદશાની ને કેવળજ્ઞાનની ભાવના થાય છે કે તે દિવસ-એવો અપૂર્વ અવસર કયારે આવે કે જ્યારે મુનિ થઈ ક્ષણે ક્ષણે અંતરમાં વાસ કરીએ અને કેવળજ્ઞાન પ્રગટ કરીએ. તે ભાવના રહે છે. ૪૮૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com