________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૫૨]
[ સ્વાનુભૂતિદર્શન
નુકસાન થાય એ રીતે તેનો ઉપયોગ બહાર જતો જ નથી. ઉપયોગ બહાર જાય અને સ્વરૂપની પરિણણિત તૂટી જાય એવો એકત્વ બહારમાં થતો નથી. અનાદિથી પરિભ્રમણ કરી રહ્યો છે તો પણ દ્રવ્ય મૂળ સ્વભાવે જ રહ્યું છે. ઉપયોગ બહાર જાય તો પણ દ્રવ્યનો નાશ થતો નથી તો, જેણે દ્રવ્યદષ્ટિ યથાર્થપણે પ્રગટ કરી છે, પુરુષાર્થપૂર્વક દષ્ટિ પ્રગટ કરી છે, જ્ઞાતાની ધારા પ્રગટપણે વર્તે છે તેને કોણ તોડી શકે? પોતે સ્વરૂપમાં પુરુષાર્થપૂર્વક ઊભેલો છે. તેથી ઉપયોગ બહાર જાય છે તો પણ, તે ઉપયોગ પોતાની પરિણતિને તોડી શકતો નથી. તેને ભેદજ્ઞાનની ધારા ચાલુ જ રહે છે.
કમળ જેમ પાણીમાં નિર્લેપ રહે છે તેમ જ્ઞાની સદા નિર્લેપ જ રહે છે. બહારના ગમે તેવા સંયોગોમાં તે ઊભેલા દેખાય, છતાં પરિણતિ તો નિર્લેપ જ છે. અનાદિથી આત્મદ્રવ્ય જડ પદાર્થ સાથે એકમેક થયું જ નથી તેથી વસ્તુ સ્વભાવે તો નિર્લેપ છે જ, પણ આ તો જ્ઞાનીને પર્યાયમાં પણ નિર્લેપપણું પ્રગટયું છે તેથી નિર્લેપ જ રહે છે. જ્ઞાનીને પ્રગટપણે જ્ઞાતાધારાનું પરિણમન વર્તે છે. તે કારણે, જેમ કમળ પાણીમાં નિર્લેપ રહે છે તેમ, પરિણિત જુદી અને જુદી નિર્લેપ જ રહે છે.
જ્ઞાનીને ઉપયોગ બહાર જાય ત્યારે ધર્મ છૂટી જતો નથી, નિર્મળ પરિણતિ ચાલુ જ રહે છે. તેને અંતરમાંથી જ્ઞાન-વૈરાગ્યની શક્તિ પ્રગટી છે તે શક્તિનું પરિણમન વર્તે જ છે-ચાલુ જ છે. તેથી ઉપયોગ બહાર જાય તો પણ જ્ઞાની પર સાથે એકત્વ થતો નથી. તે બહારથી ગૃહસ્થાશ્રમનાં કાર્યોમાં ને શુભ કાર્યોમાં દેખાય, તો પણ તેની પરિણિત પર સાથે એકત્વ થતી નથી. બહારથી જોનારને જ્ઞાનીનું અંદરનું પરિણમન જોવું મુશ્કેલ પડે છે. તેની જ્ઞાન-વૈરાગ્ય શક્તિનું સામર્થ્ય અદ્ભુત છે. તેને જ્ઞાતાની ધારા સહજપણે વર્તે છે, અર્થાત્ તેને ભૂલી જાય અને યાદ કરવી પડે તેમ નથી. જ્ઞાતાની ધારા તેને ચાલુ જ હોય છે.
નિર્વિકલ્પ દશા કોઈ કોઈ વખતે થાય તે જુદી વાત છે, પરંતુ સવિકલ્પ દશામાં પણ જ્ઞાતાપણાની જ્ઞાનધારા ચાલુ જ છે. અજ્ઞાન દશામાં જે સવિકલ્પ દશા હતી અને આ જે વિકલ્પ દશા છે તે બંનેની જુદી જાત છે. ગમે તેવા પ્રસંગમાં, બહારના ઉપસર્ગ-પરીષહ આવે તો પણ, તે સદા ન્યારો રહે છે, તેની જ્ઞાતાધારાને કોઈ તોડી શકતું નથી. અનુકૂળતાના ગંજ આવે કે પ્રતિકૂળતાના ઢગલા થાય, તેની જ્ઞાનધારાને કોઈ તોડી શકતું નથી. એવો પુરુષાર્થ તેને ચાલુ જ હોય છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com