________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા]
[૨૫૩
જેને આત્માની લગની, આત્માના આનંદની અનુપમતા અને આત્માની મહિમા લાગી છે તેને બહારના કોઈ પદાર્થ લલચાવી શકતા નથી કે પ્રતિકૂળતામાં તે ખેદાઈ જતો નથી. એવું જ્ઞાન-વૈરાગ્યનું સામર્થ્ય તેને પ્રગટયું છે. હું તો જ્ઞાયક સ્વભાવ છું. આ પરિગ્રહ તે મારું સ્વરૂપ નથી. પુણ્ય-પાપના ભાવો આવે, પણ તેનાથી હું જુદો અને ન્યારો છું. હું તો એક જ્ઞાયકભાવ છું. મારી જ્ઞાતાધારાને કોઈ તોડી શકતું નથી.-આમ તીવ્ર પુરુષાર્થથી મોક્ષપથે ચાલ્યો તે ચાલ્યો-ઉગ્ર પુરુષાર્થની ધારા ચાલી તે ચાલી–તેને કોઈ રોકી શકતું નથી. ૪૬૩. પ્રશ્ન:- પૂર્વના પુણ્યોદયે મનુષ્યભવ મળ્યો, જૈનધર્મ મળ્યો, ગુર્દેવના અને આપના ભેટા થયા, હવે અમારા પુરુષાર્થને વેગ મળે એવો મંત્ર આપો કે જેથી કરીને અમે પાર ઊતરી જઈએ. સમાધાન- મંત્ર તો ગુરુદેવે આપ્યો છે કે તું પોતે ભગવાન આત્મા છો, તેને ઓળખ. તે કરવાનું છે. તે પોતે જ સ્વયં ભગવાન છો. અનાદિકાળથી પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં તારામાં તેનો પ્રવેશ થયો નથી. તું દ્રવ્ય સ્વભાવે શુદ્ધાત્મા છો તેને ઓળખ, કરવાનું આ છે. દ્રવ્ય શું છે? પર્યાય શું છે? શુદ્ધતા શું છે? અશુદ્ધતા શું છે? તે ઓળખવાનો પ્રયત્ન કર. પણ તે અંદર પુરુષાર્થ કરે તો થાય, પોતાને અંદરથી એટલી લગની-જિજ્ઞાસા લાગવી જોઈએ. ગુરુદેવે તો ચોખ્ખો મંત્ર બતાવ્યો છે કે તું ભગવાન છો, જ્ઞાયક છો. તું શુદ્ધ છો તેને તું ઓળખ. આ બારમાં અટકી રહ્યો છે, પણ આ શુભાશુભભાવો તારું સ્વરૂપ નથી. તું જાણનારો છો. કોઈ પર્યાય માત્રમાં અટકીશ નહિ, તું શાશ્વત દ્રવ્ય છો. ૪૬૪. પ્રશ્ન:- “ પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. તેમાંથી આશંકા એવી ઉત્પન્ન થાય છે કે કોઈ જીવ આ ભવમાં મારે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે એમ સમ્યગ્દર્શનનું ધ્યેય રાખીને જ્ઞાયક આત્માનો આશ્રય કરવા માંગે તો શું તેને શરૂઆત ન થાય ? સમાઘાન- સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે તે લક્ષ રાખે, તે ભાવના કરે તે બરાબર છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે આગળ જતાં સમ્યગ્દર્શન કોનો આશ્રય લે છે તે
જ્યાં તેને ખ્યાલ આવે છે ત્યાં સાથે પૂર્ણતા અને અંશનું સ્વરૂપ બધું જ્ઞાનમાં આવ્યા વગર રહેતું નથી. અનાદિકાળથી સમ્યગ્દર્શન પ્રગટ થયું નથી, પણ જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય તેને પૂર્ણ ધ્યેય આવ્યા વગર રહેવાનું નથી. તેની પ્રાપ્તિમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com