________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા]
| [ ૨૪૭ જ મહામહિમાવંત છે. કેવળજ્ઞાનની પર્યાયથી પણ દ્રવ્ય મહિમાવંત છે. ૪૫૨. પ્રશ્ન- તો અપેક્ષાએ બંનેને મહત્ત્વપણું કહેવાય ? સમાધાન- અપેક્ષાએ દરેકનું મહત્ત્વપૂર્ણ છે. દ્રવ્ય અનંત શક્તિઓથી ભરેલું છે માટે દ્રવ્ય પણ મહામહિમાવંત છે. શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે, સાધકદશાકેવળજ્ઞાન પ્રગટ થાય છે માટે પર્યાય પણ મહિમાવંત છે. શુદ્ધ દ્રવ્યના આશ્રયે પર્યાય પ્રગટ થઈ તે શુદ્ધરૂપે પરિણમે છે, તે પર્યાય પણ મહિમાવંત છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે રત્નત્રય મહિમાવંત છે. તે જેના આશ્રયે પ્રગટ થાય છે એવું દ્રવ્ય મહિમાવંત છે, બધી પર્યાયોનો આશ્રય એક દ્રવ્ય છે. ૪૫૩. પ્રશ્ન:- અંશ અને અંશી એમ બે ભાગ છે? સમાધાનઃ- જેમ બે દ્રવ્યના બે ભાગલા છે એમ દ્રવ્ય-પર્યાયના બે ભાગલા નથી. એક અંશ અને એક આખો અંશી એટલો ભેદ છે. પર્યાયને ગોતવા બીજે જવું પડતું નથી, દ્રવ્યના આશ્રયે પર્યાય પ્રગટ થાય છે.
જેના આશ્રયે પર્યાય પ્રગટ થાય છે તે દ્રવ્ય કેવું છે? તે દ્રવ્યનો મૂળ સ્વભાવ લક્ષણથી ઓળખી શકાય છે. અનાદિ કાળથી વિભાવ પર્યાય ઉપર દષ્ટિ છે માટે દ્રવ્ય ઓળખાતું નથી, ને દૂર લાગે છે. પણ દ્રવ્ય દૂર છે નહિ, પોતે જ છે. બ્રાન્તિથી દૂર થઈ પડ્યું છે, પણ પોતે જ છે. તે બહારની વસ્તુ નથી કે તેને ગોતવા જવું પડે. પોતે જ છે. અંદરમાં ઓળખાય તેવો છે. દ્રવ્ય-ગુણપર્યાય બધું દ્રવ્યનું સ્વરૂપ છે. ૪૫૪. પ્રશ્ન- પહેલાં શું અસ્તિત્વનું ભાવભાસન થાય કે કાંઈ વેદનમાં આવે? સમાધાન:- પહેલાં વેદનમાં આવે નહિ, તેનું લક્ષણ ઓળખાય છે, ભાવભાસન થાય છે. જે જાણનાર છે તે હું છું એવું તેને ભાવનું ભાન થાય છે. પ્રથમ વેદન થાય છે એમ નથી. હજી સહજરૂપે દશા નથી ત્યાં સુધી પ્રયત્ન કરે છે. સહજરૂપે દશા તો શાયકને ઓળખે ત્યારે થાય. આ તો પ્રયત્નરૂપ હોય છે. પણ તે પ્રયત્ન કર્યા વગર સહજ થઈ જતું નથી, પ્રયત્ન કરે તો સહજ થાય છે. અંતર્મુહૂર્તમાં કોઈને થાય તે વાત જુદી, બાકી પ્રયત્ન કરે તો આગળ જાય છે. જે સહજ સ્વરૂપ છે તે હું છું એમ જ્ઞાનમાં લે છે, પછી તે રૂપે ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરે છે. ૪૫૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com