________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[૨૪૫ નહિ. સાચા ગુરુ મળે તેને પોતાને અંદરથી વિશ્વાસ ને હૂંફ આવી જાય, પછી તેને ભટકવાનું રહે જ નહિ. જેને હૂંફ આવી જાય તેને પછી ભલે પુરુષાર્થ મંદ થાય કે પુરુષાર્થ ન કરી શકે, પણ તેની રુચિ આખી બદલાઈ જાય કે આત્મા જુદો છે. ભલે મને માર્ગ નથી પકડાતો, પણ માર્ગ તો આ જ સાચો છે. ભેદજ્ઞાનના રસ્તે જ જવાનું છે, અંતરમાં જ માર્ગ છે-એમ અંતરમાંથી તેને વિશ્વાસ આવી જાય છે. સાચા ગુરુ મળે અને પોતે નક્કી કરે તો ક્યાંય
ભટકવાનું રહેતું જ નથી. ૪૪૭. પ્રશ્ન:- અનાદિના અભ્યાસને કારણે જુદું પાડવામાં વિકલ્પાત્મક પ્રયત્નમાં પણ અઘરું લાગે છે. તો શું કરવું? સમાધાન- અનાદિનો અભ્યાસ થઈ ગયો છે તેથી એનાથી છૂટું પડતાં અને પરિણતિમાં મૂકતાં તેને અઘરું પડે છે. વિચારથી નક્કી કર્યું હોય તો પણ છૂટા પાડવાના કાર્યને અમલમાં મૂકવું અઘરું પડે છે. અનાદિથી ભેગી ને ભેગી પરિણતિ ચાલી આવે છે. જો તે એકવાર છૂટો પડે તો પછી તેની લાઈન બધી સરળ છે. જોકે પ્રથમ ભૂમિકા તેની વિકટ છે, કારણ કે અનાદિથી એકત્વબુદ્ધિ છે. પણ પોતે ને પોતે ગડમથલ કરતાં કરતાં અંદરથી આત્મા જ માર્ગ કરી લે છે. જેને ખરી જિજ્ઞાસા-લગની હોય તે અંદરથી માર્ગ કરી લ્ય છે. ૪૪૮. પ્રશ્ન:- આ વાત બેસે છે આ કર્યા વગર છૂટકો નથી અને સાથે અઘરું પણ લાગે છે તો ઉપાય શું છે ? સમાધાનઃ- વિકલ્પથી છૂટો પડીને, એકત્વબુદ્ધિ તોડીને જ્ઞાયકની ધારા પ્રગટ કરવી. આ એક જ ઉપાય છે. દ્રવ્યને ગ્રહણ કર્યું, દ્રવ્ય ઉપર દષ્ટિ કરી, પણ તે દષ્ટિ ટકાવવી જોઈએ. માન્યતામાં લીધું, નક્કી કર્યું છે કે હું જુદો છું, પણ તે રૂપે કાર્ય થાય તો સાચું નક્કી કર્યું કહેવાય. જુદો છું એમ નક્કી કર્યું અને પાછી એકત્વબુદ્ધિ થઈ જાય તો તેણે સાચું નક્કી કર્યું નથી. જેને સાચું નક્કી થાય તેને જુદો પાડવાનો પ્રયત્ન અંદર આવ્યા વગર રહેતો નથી. ગડમથલ કરતાં સાચું તો આ જ છે, માર્ગ આ જ છે, એમ શ્રદ્ધારૂપ પરિણતિ થાય છે. વિચારથી શ્રદ્ધા થાય તે જુદી છે, આ તો શ્રદ્ધારૂપ પરિણતિ થાય છે, પરિણતિ કાર્ય કરે છે. પછી વિશેષ ચારિત્ર થાય છે. આ શ્રદ્ધાની સાથે અમુક જાતની લીનતા થાય છે અને અનંતાનુબંધી છૂટી જાય છે. આવી અમુક જાતની પરિણતિ ઊભી થાય છે. ૪૪૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com