________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮]
[સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન:- ભાવભાસનમાં જે જ્ઞાયક આવ્યો એમાં કાંઈ ફરક નથી એવી શું અનુભવ પહેલાં ખાતરી થઈ જાય ? સમાધાનઃ- આ જ્ઞાયકનું સાચું સ્વરૂપ છે અને તે જ મારું સ્વરૂપ છે, એમાં કાંઈ ફરક નથી, એમ નિર્ણય આવે છે. ભલે તે સહજરૂપ-સહજદશા-નથી. પણ વિકલ્પથી તેવો નિર્ણય તેને આવી શકે છે કે આ સાચું જ છે, ખોટું નથી. ૪૫૬ પ્રશ્ન:- જ્ઞાનીને જેમ સવિકલ્પ દશામાં જ્ઞાયક તરવરતો હોય એવી રીતે અજ્ઞાનીને જ્ઞાયક તરવરતો હશે ? સમાધાનઃ- જ્ઞાયક જે રીતે જ્ઞાનીને તરવરતો હોય છે તે રીતે અજ્ઞાનીને તરવરતો નથી. જ્ઞાનીને તો સહજદશાએ જ્ઞાયક તરવરે છે, તેને વિચારવું પડતું નથી કે વિચારીને નિર્ણય કરવો પડતો નથી. કર્તાબુદ્ધિ છૂટીને જ્ઞાયકની જ્ઞાયકધારા સહજરૂપે નિરંતર-ક્ષણે ક્ષણે વિચાર્યા વગર સહજ પરિણતિએ ચાલે છે. જ્ઞાનીની દશા જુદી છે. જેમ અજ્ઞાનીને અનાદિની એકત્વબુદ્ધિ અજ્ઞાનદશામાં કાંઈ વિચાર્યા વગર સહજ ચાલી રહી છે તેમ જ્ઞાનીને જ્ઞાનની દશા સહજપણે ચાલી રહી છે. અજ્ઞાનીએ જ્ઞાયકનો જે નિર્ણય કર્યો છે તે સહજરૂપે નથી. ભલે નિર્ણય સાચો કર્યો છે, છતાં તે રૂપે જ્ઞાયકમાં જ્ઞાનધારા ચાલતી નથી, વારે વારે વિચારવું પડે છે, વિચારીને યાદ કરવું પડે છે. એકત્વબુદ્ધિ થઈ રહી છે તેથી તેણે વિચારીને નક્કી કર્યું છે કે આ જ્ઞાયક તે હું, તો પણ સહજ પરિણતિ નથી. અજ્ઞાનીએ નક્કી કર્યું છે કે જ્ઞાન તે હું, જ્ઞાયક તે હું પણ પરિણતિમાં તેના કાર્યમાં-એકત્વબુદ્ધિ થઈ રહી છે, માટે વારે વારે વિચાર કરવો પડે છે.
જ્ઞાનીની જેવી સહજદશા અજ્ઞાનીની નથી. જોકે તેણે નિર્ણય કર્યો છે કે આ રહ્યો જ્ઞાયક અને નિર્ણય કર્યો ત્યારે જ્ઞાયક તરવરતો લાગે; પણ વળી પાછું એકત્વબુદ્ધિની પરિણતિને કારણે તેને વારે વારે વિચારવું પડે છે. જેને પ્રયત્ન ચાલતો હોય તેને, સહજદશા નથી, પણ તે નિર્ણય સાચો કરી શકે છે. જિજ્ઞાસુની ભૂમિકામાં સાચો આત્માર્થી હોય તે સાચો નિર્ણય કરી શકે છે. જો સાચો નિર્ણય ન કરી શકે તો તેને સહજ જ્ઞાનદશા આવતી નથી. આ તો જેને જિજ્ઞાસા હોય, આત્માનું પ્રયોજન હોય અને જે પ્રયત્ન કરે તેને જ આ જ્ઞાનદશા સહજપણે આવે છે. તે પહેલાં નિર્ણય કરી શકે છે. જેમ આ સત્પુરુષ જ છે, જ્ઞાની જ છે એવો નિર્ણય પ્રથમ કરી શકે છે. આ ગુરુ છે તે કોઈ અપૂર્વ વાત બતાવી રહ્યા છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com