________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬ ]
[સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન- (બાળક) :- ભગવાન કેવી રીતે થવાય? સમાધાનઃ- ભગવાનને પહેલાં ઓળખવા જોઈએ. આ શરીરથી જુદો અંદર આત્મા બિરાજે છે તે આત્મા ભગવાન છે. તેને ઓળખે તો ભગવાન થવાય. બધા રાગ-દ્વેષથી છૂટો પડે તો ભગવાન થવાય. આત્મા જાણનારો છે. તેને
ઓળખે તો ભગવાન થવાય. ૪૫૦. પ્રશ્ન- ગૌતમસ્વામીને અંતર પુરુષાર્થ એકદમ ઊપડયો હતો ? સમાધાનઃ- અંદર આશ્ચર્યકારી લાગી ગયું. મેં તો માન્યું હતું કે મારા જેવું કોઈ જાણતું નથી, હું તો સર્વજ્ઞ છું એવું મનાઈ ગયું હતું; પણ આ તો ખોટું છે-એવું આશ્ચર્ય લાગી ગયું. અંદર એટલી પાત્રતા હતી કે તેને આશ્ચર્ય લાગી ગયું, આ તે કોણ છે? એમ થઈ ગયું. આ મહાપુરુષ છે કોણ? આ કોણ ભગવાન છે? એવું અંદરથી આશ્ચર્ય લાગી ગયું. પોતાની બધી ખોટી માન્યતા છૂટી ગઈ, એકદમ પાત્રતા જાગી ગઈ ને પરિણતિ એકદમ પલટાઈ ગઈ. બધા આગ્રહો એકદમ છૂટી ગયા, અન્યમતની માન્યતા હતી તે એકદમ પલટી ગઈ અને સમ્યગ્દર્શન, મુનિપણું, ચાર જ્ઞાન એકદમ પ્રગટ થઈ ગયાં. આત્મા ચૈતન્ય છે ને? સાથે પાત્રતા એવી હતી કે એકદમ બધો પલટો થયો અને પુરુષાર્થ ઊપડી ગયો. ૪૫૧. પ્રશ્ન- કાર્ય તો પર્યાયમાં થાય છે, તો પર્યાયનું મહત્ત્વ શું દ્રવ્યથી વિશેષ ન કહેવાય ? સમાઘાનઃ- કાર્ય પર્યાયમાં થાય પણ સ્વરૂપના આશ્રયે તે થાય છે. માટે જેનો આશ્રય હોય તેનું મહત્ત્વ છે. અનંત શક્તિથી ભરેલો આત્મા છે. પર્યાય તો એક ક્ષણ પૂરતી છે, ક્ષણે ક્ષણે નવી પર્યાયો થાય છે. માટે મહત્ત્વ દ્રવ્યનું છે કે જે અનંત શક્તિઓથી ભરપૂર છે. ગમે તેટલી પર્યાયો પ્રગટ થાય તો પણ સ્વભાવ તો ખૂટતો જ નથી. એવા અનંત અનંત સ્વભાવથી ભરેલું દ્રવ્ય છે. અનંતકાળ સુધી આનંદ પ્રગટયા જ કરે તો પણ તે આનંદ અનંત અને અનંત જ રહે છે. જ્ઞાન પણ અનંત છે. લોકાલોકને એક સમયમાં જાણે પછી બીજી ક્ષણે શું જાણે? એમ નથી. જ્ઞાન ખૂટતું નથી કે આટલું જાણું, હવે જ્ઞાન ખૂટી ગયું. અનંત શક્તિથી ભરેલું સામર્થ્ય દ્રવ્યમાં છે. માટે દ્રવ્યની મહત્તા છે. સાધનાની ને કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે તેણે પોતાના સ્વભાવનો આશ્રય કર્યો તે અપેક્ષાએ મહત્ત્વવાળી છે; છતાં દ્રવ્ય તો અનંત શક્તિથી ભરેલું છે. માટે દ્રવ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com