________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૧૨]
[સ્વાનુભૂતિદર્શન વાત જાણી લે છે–તેવું મન:પર્યયજ્ઞાન પ્રગટે છે. એવી બધી શક્તિઓ આત્મામાં છે, પણ તેનો વિશ્વાસ પોતાને આવવો જોઈએ. આત્મા પોતે ક્ષેત્રાંતર કરીને એક સમયની અંદર ઊર્ધ્વલોકમાં-સિદ્ધાલયમાં પહોંચી જાય છે તેવી એનામાં શક્તિ છે. વિચાર કરે તો આત્મામાં અનંતી શક્તિઓ છે તે ખ્યાલમાં આવે છે. તેનો અસ્તિત્વગુણ એવો છે કે લોકાલોકનાં ગમે તેટલાં દ્રવ્યો ભેગા થાય તો પણ પોતાનો નાશ થતો નથી. એટલી અસ્તિત્વગુણની શક્તિ છે. નિગોદમાં ગયો ત્યાં, સોયની અણી જેટલા ક્ષેત્રમાં, કેટલાય જીવો રહે છે તો પણ પોતાના અસ્તિત્વનો નાશ થતો નથી. એવી રીતે જ્ઞાનગુણની પણ એવી શક્તિ છે કે તેની જ્ઞાયકતાનો (જ્ઞાનપણે રહેવાનો) નાશ થતો નથી. આમ એવી એક એક ગુણમાં અનંતી શક્તિ છે અને સંખ્યામાં પણ અનંતા ગુણો છે. ૩૭૯. પ્રશ્ન- સમ્યગ્દષ્ટિના જ્ઞાનમાં બધા ગુણોની અનંતી શક્તિ છે એવો ખ્યાલ આવી જાય કે કોઈ ગુણ બાકી રહી જાય? સમાધાન-સમ્યગ્દષ્ટિના જ્ઞાનની ગંભીરતા છે. એક એક ગુણ ગણી-ગણીને જુદો પાડીને તે જોઈ શકતો નથી, પરંતુ તેની મહિમા આવી જાય છે. એક એક ગુણ જુદો જુદો કેવળજ્ઞાની જાણે છે. અનુભૂતિની અંદર બધી ગંભીરતા તેને આવી જાય છે. એક એક ગુણ જુદો પાડી-પાડીને પ્રત્યક્ષ દેખાતું નથી, પણ જ્ઞાનમાં અનંત શક્તિ છે, ચારિત્રમાં અનંત શક્તિ છે, અસ્તિત્વમાં અનંત શક્તિ છે એવું બધું તે જાણી શકે છે. પોતાનો જ્ઞાયક સ્વભાવ મહિમાવંત છે તેની તેને કોઈ અપાર મહિમા આવે છે, તેમાં તેને શંકા પડતી નથી.
આત્મા બધાને જ્ઞય કરનારો-જાણનારો છે. જડ પોતે પોતાને જાણતું નથી. જ્ઞાન પોતે પોતાને જાણે છે અને બીજાને પણ જાણે છે. ગયા કાળના પ્રસંગો કે ગયા ભવના બધા પ્રસંગો વીતી ગયા છે તો પણ વર્તમાનમાં તેનું જ્ઞાન થઈ શકે છે તેવી જ્ઞાનની શક્તિ છે. કોઈ કોઈ મુનિઓને પણ તેવી જ્ઞાનની શક્તિ પ્રગટે છે.
પોતે ભેદજ્ઞાન કરીને જ્ઞાયક સ્વભાવ કોઈ અનંત મહિમાવંત છે તેની પ્રતીતિ લાવીને અંતરમાં સ્વાનુભૂતિ કરી શકે છે. અનંતા ગુણ તેને ન દેખાય; પણ એક જ્ઞાયકના ગ્રહણમાં બધું આવી જાય છે. જ્ઞાયકની તેને મહિમા આવવી જોઈએ. ગુદૈવે તો આખો માર્ગ પ્રકાશ્યો છે. તેઓ સ્થાનકવાસીમાં હતા તેમાંથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com