________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
| [ ૨૧૭ જે યથાર્થ સ્વભાવને ઓળખનારો છે તેને કર્તુત્વબુદ્ધિ કેવી રીતે થાય? પુરુષાર્થનું સાચું સ્વરૂપ જે ઓળખી લે છે તેને હું પરદ્રવ્યને કરું, વિકલ્પનો કર્તા થાઉં, એવી કર્તાબુદ્ધિ કેવી રીતે આવે? જ્ઞાયકપણું કેવી રીતે પ્રગટે, જ્ઞાયકનો પુરુષાર્થ કેવી રીતે થાય, અને કર્તબુદ્ધિ કેવી રીતે થાય છે તેને અંદરથી ખરી લગની લાગી છે તે ઓળખી લે છે. જેનો પુરુષાર્થ સહજ થાય છે, તેને કર્તાબુદ્ધિનો ડર નથી લાગતો. પુરુષાર્થ કરતાં-કરતાં મારાથી ભૂલ થશે અને કર્તુત્વબુદ્ધિ આવી જશે એવો અંદરની જિજ્ઞાસાવાળાને ડર હોતો નથી. મારી ભાવના જ્ઞાયકને પ્રગટ કરવાની છે, તેમાં કર્તા બુદ્ધિ કયાંથી આવી જાય? તેનું હૃદય નિઃસંશયપણે પુરુષાર્થ કરે છે, તેને કતૃત્વબુદ્ધિનો ડર લાગતો નથી. જેને અંદર ભાવના જાગે છે તેને કર્તબુદ્ધિ આવતી નથી. ૩૮૪. પ્રશ્ન- કમબદ્ધ તો પર્યાય છે, તો પર્યાય ઉપરથી ગુરુદેવ કેવી રીતે દ્રવ્યદષ્ટિ ઉપર લઈ જવા માગે છે? સમાધાનઃ- દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરી અને જે પર્યાય છે તેની કર્તબુદ્ધિ છોડી દે. તારી પરદ્રવ્ય સાથે જે કર્તબુદ્ધિ છે તેને છોડ, એમ ગુરુદેવનું કહેવું છે. તેની જે પર્યાયો પરિણમવાની છે, તે પરિણમે છે તેથી હું તેની પણ કર્તબુદ્ધિ છોડ. પરદ્રવ્યને હું કરી શકું છું, એમ તું પોતે બીજાનો સ્વામી થઈને તેનું કરવા માંગે છે એવી
સ્વામિત્વબુદ્ધિ-કર્તબુદ્ધિ તોડીને તું તારા દ્રવ્ય ઉપર દષ્ટિ કર. જે તારું દ્રવ્ય છે તેના ઉપર દષ્ટિ કર. જે પર્યાયો પરિણમે છે તેનો તું કર્તા નથી એમ કહેવા માંગે છે. ક્રમબદ્ધ કર્તાબુદ્ધિ છોડાવે છે, પણ ક્રમબદ્ધ છે તે પુરુષાર્થપૂર્વક હોય છે. કમબદ્ધનો પુરુષાર્થ સાથે સંબંધ હોય છે. જે પર્યાય પરિણમવાની હોય તે પરિણમે છે, પણ સ્વ તરફ પોતે પુરુષાર્થ કરે છે-સ્વભાવ તરફનો પુરુષાર્થ કરે છે તે પુરુષાર્થની સાથે ક્રમબદ્ધ જોડાયેલું છે. સ્વભાવની પ્રાપ્તિ થાય તેમાં પુરુષાર્થ સાથે જોડાયેલો હોય છે. પુરુષાર્થ વગરનું એકલું કમબદ્ધ હોતું નથી. તું દ્રવ્ય ઉપર દષ્ટિ કર, કર્તબુદ્ધિ છોડ, તું જ્ઞાતા થઈ જા. પછી જે પર્યાય જેમ પરિણમવાની હોય તેમ પરિણમે; પણ તેમાં દવ્યદૃષ્ટિ કરવાનો પુરુષાર્થ ભેગો આવે છે. દ્રવ્યદષ્ટિ તો તારે જ કરવાની છે. જેમ બનવાનું હશે તેમ બનશે એમ કરવાથી તેની મેળાએ દ્રવ્યદષ્ટિ થઈ જતી નથી. પુરુષાર્થ કરે તો દ્રવ્યદૃષ્ટિ થાય છે એટલે ક્રમબદ્ધ પુરુષાર્થ સાથે જોડાયેલું છે. પર્યાય કમબદ્ધ છે, પણ દ્રવ્યદષ્ટિ કરી કર્તા બુદ્ધિ છોડાવી છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com