________________
૨૨૬].
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ સ્વાનુભૂતિદર્શન રહેવાનો જ નથી. અનાદિથી એકત્વબુદ્ધિ અને વિકલ્પની જાળમાં તે જેમ કરોળિયો પોતાની જાળમાં ગૂંચવાઈ જાય છે તેમ જ ગૂંચવાઈ ગયો છે, કરોળિયો જાળની અંદર હોવા છતાં પોતે અંદરથી છૂટો જ છે તેમ જીવ છૂટો છે. પ્રયત્ન કરે તો છૂટી શકે છે, છૂટી જવાય એવું છે. ૪૦૨. પ્રશ્ન- બહિર્લક્ષી જ્ઞાનમાં સંતોષાઈ જવાય છે કે તત્ત્વ સમજાઈ ગયું, બધું આવડી ગયું પણ ખરેખર તો શરૂઆત જ નથી થતી. તો કેમ કરવું? સમાધાન - અંદરમાં ઘણું કરવાનું છે. સમજાઈ ગયું ક્યારે કહેવાય કે અંદરથી પરિણમન થાય તો સમજાઈ ગયું કહેવાય. તે ન થાય ત્યાં સુધી સમજાણું એમ માને ને એવા વિચારો અંદર કર્યા કરે તો પણ સમજાયું નથી.
પોતે ન દેખાય એવું નથી, લક્ષણ વડે દેખી શકાય છે. અરૂપી પણ પોતે જ છે. બીજું કોઈ નથી કે તેને ગોતવા જવું પડે. અરૂપી પોતે એક વસ્તુ છે, અવસ્તુ નથી. અરૂપી વસ્તુ પણ લક્ષણ વડે જોઈ શકાય એવી છે, પણ આ તો જ નથી તેથી ભ્રાંતિમાં પડયો છે. બહાર બધે જોયા કરે છે, પણ પોતાના લક્ષણને ઓળખીને પોતાને જોતો નથી કે હું કોણ છું? બહારમાં બધે રસ લાગે છે, અંતરમાં એટલો રસ ને મહિમા લાગતો નથી એટલે કયાંક રોકાઈ જાય છે. પૂજ્ય ગુરુદેવે માર્ગ બતાવ્યો છે કે તું આત્માને ઓળખ. એ જ્ઞાયક આત્મા જ્ઞાન લક્ષણથી ઓળખાય એવો છે, એને તું ઓળખી લે, એમાં જ બધું ભર્યું છે, બહારમાં કાંઈ નથી. અનંતકાળથી માર્ગ જાણ્યો નથી અને પુરુષાર્થ કર્યો નથી. પોતે કરે, કારણ આપે, તો કાર્ય આવે; પણ પોતે કરતો નથી.
તેનું લક્ષ તો કાર્ય કરવા ઉપર જ હોવું જોઈએ. ૪૦૩. પ્રશ્ન- જ્ઞાયકને ગ્રહણ કેવી રીતે કરવો તેની ચાવી કૃપા કરી બતાવશોજી. સમાઘાન - જ્ઞાયકની લગની લાગે, જ્ઞાયકની જિજ્ઞાસા જાગે, અને પુરુષાર્થ વારંવાર તેની તરફ જાય કે આ જ્ઞાયક જે જાણનારો તે જ હું છું. અંદર જ્ઞાનદર્શન-ચારિત્ર આદિ ગુણભેદના વિચારો પણ આવે; પણ હું તો એક અખંડ જ્ઞાયક છું એમ તેમાં ટકવા માટે વારંવાર તેના વિચાર કરે, અભ્યાસ કરે, તે અભ્યાસ કરતાં કરતાં અંદર જે સ્વભાવ છે તે ગ્રહણ થાય છે. આ જ્ઞાનસ્વભાવ તે જ હું છું, જે જ્ઞાનસ્વભાવ દેખાય છે તે રાગની સાથે મિશ્રિત દેખાય છે, પણ તે જુદો છે; જ્ઞાન જે દેખાય છે તે દ્રવ્યના આધારે છે. અર્થાત્
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com