________________
[૨૩૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] પોતે એમ ને એમ છે અને જ્ઞાન પ્રમાણરૂપે છે. એ બધું નિર્વિકલ્પરૂપે છે. ત્યાં વિકલ્પવાળા નય-પ્રમાણે કાંઈ લાગુ પડતા નથી. સ્વાનુભૂતિના કાળમાં નયપક્ષ કયાંય ચાલ્યા જાય છે, નયની લક્ષ્મી કયાં ચાલી ગઈ તે દેખાતી નથી, પ્રમાણ અસ્ત થઈ ગયું ને નિક્ષેપોનો સમૂહું કયાં ચાલ્યો ગયો તે કાંઈ ખબર પડતી નથી. બધા રાગવાળા નયના પક્ષપાતો છૂટી જાય છે અને સહજ પરિણતિ કે જે જીવનું સ્વરૂપ છે તે એમ ને એમ રહી જાય છે. તે કાળે ઉપયોગ દ્રવ્ય-પર્યાય બધાયને જાણે છે. ઉપયોગ પ્રમાણરૂપ અને શુદ્ધનયરૂપે પરિણતિ છે. ૪૨૭. પ્રશ્ન- એકવાર જ્ઞાની થયો અને આનંદ પ્રગટી ગયો તેને આનંદ ગમ્યો, કેવો આનંદ છે તે ખબર પડી, કેવી રીતે પ્રગટ થાય તે પણ ખબર પડી, તો પાછું. બીજીવાર શુદ્ધોપયોગ આવતાં વખત શા માટે લાગે ? સમાઘાન- આ સ્વરૂપ આદરણીય છે, સ્વરૂપમાં ઠરવા જેવું છે, આ શુભાશુભ ભાવ હેય છે એવું શ્રદ્ધાનું બળ છે પણ એટલી લીનતા નથી. તે લીનતાની કચાશના કારણે તેને શુદ્ધોપયોગ આવતાં વાર લાગે છે. ત્યાં કાંઈ કૃત્રિમતા કરવાની નથી. કૃત્રિમ લીનતા કરીને અંદર કાંઈ કરી શકાતું નથી. બહારનો રાગ જે પડેલો છે અર્થાત્ આસક્તિઓ જે પડેલી છે તેનાથી અંદર ભેદજ્ઞાન તો થઈ ગયું છે; પણ પુરુષાર્થની કચાશને લીધે શુદ્ધોપયોગ આવતાં વાર લાગે છે.
ગૃહસ્થાશ્રમમાં સમ્યગ્દષ્ટિ પુરુષાર્થની મંદતાને કારણે બહારમાં રોકાયેલો હોય, બાહ્યના કાર્યની પ્રવૃત્તિઓના પ્રપંચમાં રોકાયેલો હોય તેમાંથી તેની પરિણતિ નિવૃત્ત થઈને અંદર લીન થઈ જાય ત્યારે તેને ફરીને અનુભૂતિ થાય છે. તેને પુરુષાર્થની મંદતાને કારણે એટલી વાર લાગે છે. તે કૃત્રિમતા કરીને અંદર જતો નથી. બહારના ગૃહસ્થાશ્રમનાં અનેક પ્રકારના કાર્યોમાં રોકાયેલો હોય, અનેક જાતના રાગમાં રોકાયેલો હોય ત્યારે પણ અંદર ભેદજ્ઞાનની ધારા પ્રવર્તે છે. હું છૂટો-છૂટો, તેનાથી નિરંતર છૂટો જ છું એવી છૂટાની ધારા પ્રવર્તે છે. તે ધારાના બળે પરની સાથે એકત્વરૂપે થતો નથી, ન્યારો રહે છે. મારું સ્વરૂપ તેનાથી જુદું છે, હું તો જ્ઞાતા છું, એવી ભેદજ્ઞાનની ધારાને કારણે તે ગમે તે કાર્યમાં જાય ત્યાં કર્તા થતો નથી.
જ્ઞાની અંતરમાં ઠરવા માગે છે, પણ પુરુષાર્થની મંદતાએ બહારમાં જોડાય છે. અત્યારે પૂર્ણ વીતરાગ થવાતું હોય તો આ કાંઈ જોતું નથી, એટલું શ્રદ્ધાનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com