________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦]
[ સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન:- આત્માનો સાક્ષાત્કાર કરવામાં ટાઈમ લાગે તો અમારે શું કરવું? સમાધાન - જ્યાં સુધી રાગ-દ્વેષ-મોહમાં રોકાણો છે ત્યાં સુધી ટાઈમ લાગે. માટે જ ગુરુ અને આચાર્યો કહે છે કે તું પુરુષાર્થ કરીને તારી તરફ જા. તું ભેદજ્ઞાન કર. આ રાગ તે તારું સ્વરૂપ નથી, દ્વષ તે તારું સ્વરૂપ નથી, તું તેનાથી જુદો છે. તું જાણનારો છો, રાગાદિનો જ્ઞાતા થઈ જા, સાક્ષી થઈ જા, તે તારું સ્વરૂપ નથી. તું પુરુષાર્થ કર એટલે જે વિકલ્પો છે તે શાંત થઈ જશે. ભેદજ્ઞાન કરીને આગળ જા. પહેલાં રાગ-દ્વેષ છૂટી નથી શકતા. તેનાથી ભેદજ્ઞાન થાય ને સ્વભાવ ઓળખે કે આ મારો સ્વભાવ છે. આ બધા કષાયો મારાથી જુદા છે, હું તેનાથી જુદો છું એમ ભેદજ્ઞાન કરે. પછી ધીરે ધીરે પુરુષાર્થ કરીને તેમાં લીનતા કરતો કરતો સ્વાનુભૂતિની ઉગ્રતા કરે છે. ૪૩૮. પ્રશ્ન- આત્મસાક્ષાત્કાર માટે કાંઈ છોડવું જોઈએ? સમાધાન- બહારનું છોડવું જોઈએ એમ નથી. જ્યારે યથાર્થ મુનિદશા આવે છે. ત્યારે બહારનું છૂટી જાય છે. તે પહેલાં તેને યથાર્થ જ્ઞાન થાય. આત્માને ઓળખે, તેમાં એકાગ્ર થાય તે બધું ગૃહસ્થાશ્રમમાં થાય. તે તેની રુચિ ફેરવી શકે છે. કારણ કે ભાવ ફેરવવા પોતાના હાથની વાત છે. બહારમાં ગૃહસ્થાશ્રમ હોય તો પણ અંતરની રુચિ ફેરવી નાખવી કે આ જે અનેક જાતના વિકલ્પો આવે છે તે મારું સ્વરૂપ નથી, હું તેનાથી જુદો છું. ગૃહસ્થાશ્રમમાં એટલું કરીને પોતાના સ્વભાવને ઓળખી શકે છે. હું ચેતન છું. મારામાં આનંદ છે, વિભાવમાં આનંદ નથી એવું ભેદજ્ઞાન કરી વિકલ્પ તોડીને સ્વાનુભૂતિ કરી શકે છે. આવું ગૃહસ્થાશ્રમમાં કરી શકે છે. પછી સ્વાનુભૂતિ વધતાં વધતાં તેને ત્યાગ થઈ જાય છે. ગૃહસ્થાશ્રમમાં સ્વાનુભૂતિ કરી પ્રથમ અંતરથી ન્યારો થઈ જાય છે. આગળ ચક્રવર્તીઓ ગૃહસ્થાશ્રમમાં રહીને આત્માની સ્વાનુભૂતિ કરતા હતા. ક્ષણવાર આત્માનું ધ્યાન થાય એવું ગૃહસ્થાશ્રમમાં તેમને થતું હતું. ૪૩૯. પ્રશ્ન- આપના પૂર્વભવોના જાતિસ્મરણજ્ઞાન વિષે થોડું કહેવાની કૃપા કરો. સમાઘાન:- પૂર્વ જન્મ છે. આ જીવ કયાંકથી આવે તો છે. કોઈ રાજા થાય છે. કોઈ રંક થાય છે, કોઈ રાજાને ઘરે જન્મે છે, કોઈ રંકના ઘરે જન્મે છે, તેનું કાંઈ કારણ છે. કુદરત કાંઈ અન્યાયવાળી તો ન હોય. કોઈ તો રાજાને ઘરે જન્મે, કોઈ રોગી થાય, કોઈ નીરોગી થાય. આવા બધા ફેરફારો થાય તેમાં એ સાબિત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com