________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૨૨૩
સામર્થ્યવાન છે! આ બધું નિઃસાર છે, સારભૂત તત્ત્વ તો એક આત્મા જ છે, એવું અંતરથી લાગવું જોઈએ. તેની લગની લાગવી જોઈએ ને વિભાવમાં તેને કયાંય ગમતું ન હોય. મારો સ્વભાવ જ આનંદદાયક અને સુખરૂપ છે એવું જો તેને અંદરથી લાગે તો તે આગળ જાય છે.
એકલો અભ્યાસ જ કરે તો ન થાય, પણ સાચું જ્ઞાન તેનો ઉપાય છે. સાચા જ્ઞાન વગર આગળ જઈ શકાતું નથી. દ્રવ્ય કોને કહેવાય, પર્યાય કોને કહેવાય તે જાણતો નથી તો માર્ગ જાણ્યા વગર આગળ જઈ શકાતું નથી. સાથે તત્ત્વને જાણીને અંદરથી એટલી લગની લાગવી જોઈએ, ચૈતન્ય દ્રવ્ય વગર તેને ચેન પડે નહિ એવું લાગવું જોઈએ તો આગળ જાય છે. ૩૯૫.
પ્રશ્ન:- શાસ્ત્ર-અભ્યાસમાંથી બધું ન મળી શકે?
સમાધાનઃ- એકલા અભ્યાસમાંથી કાંઈ નીકળે નહિ. અભ્યાસ સાધન (નિમિત્ત) માત્ર થાય, પરંતુ અભ્યાસથી બધું મળી શકે નહિ. અંદર પોતાને પોતાની મહિમા લાગવી જોઈએ. આત્મા સારભૂત છે, એવું પોતાને લાગવું જોઈએ. અભ્યાસ બધું લાવી દેતો નથી. એવો અભ્યાસ તો જીવ ઘણી વાર કરે છે. નવ પૂર્વ ને અગિયાર અંગ સુધી ભણ્યો, પણ તેટલા માત્રથી કાંઈ થાય નહિ, બહિર્લક્ષી સાથે પોતાને અંતરની રુચિ જોઈએ. એકલો લુખ્ખો અભ્યાસ કામ ન કરે. રુચિ સહિત અભ્યાસ હોય તો વિભાવ તૂટીને સ્વભાવ પ્રાપ્ત થાય. ૩૯૬.
પ્રશ્ન:- આ પદ્રવ્ય છે એમ જાણે પછી તેને ત્યાગે છે–તો શું સાચું જ્ઞાન થયા પછી રાખવાનો ભાવ રહેતો જ નથી. ?
સમાધાનઃ- આ પારકું છે એમ જાણીને પરદ્રવ્યને કો ન૨ તજે ”–જ્યાં જાણ્યું કે આ મારા છે જ નહિ, ત્યાં સાચું જ્ઞાન થતાં તેને પરદ્રવ્યની મમતાનો ભાવ આવે જ નહિ, એવું જ્ઞાન થઈ જાય છે. હું આ જ્ઞાયક છું, પરદ્રવ્ય તો મારાં છે જ નહિ, હું અને પરદ્રવ્ય બંને તદ્દન જુદાં છે, વિભાવ તે મારો સ્વભાવ નથી એમ અંતરથી જોરદાર પ્રતીતિ-જ્ઞાન આવે તો એ વિભાવથી છૂટો જ પડી જાય, એવું ભેદજ્ઞાન થવું જોઈએ.
પ્રતીતિ એવી થઈ ને સાચું જાણ્યું કે આ મારા નથી, તો તે એમાં ઊભો જ શું કામ રહે? માટે સાચું જ્ઞાન થાય પછી પરદ્રવ્યની મમતા છૂટી જ જાય. શાસ્ત્રમાં ધોબીના કપડાનું દૃષ્ટાંત આપે છે કે જ્યાં ખબર પડી કે આ વસ્ત્ર મારું
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com