________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૨૨ ]
[ સ્વાનુભૂતિદર્શન
એકત્વનો ૨સ મંદ પડી જાય છે. હું તો જુદો છું, જ્ઞાયક છું એવી ખટક તો જિજ્ઞાસુને દરેક ક્ષણે રહ્યા જ કરે છે. ૩૯૩.
પ્રશ્નઃ- દ્રવ્ય મોજૂદ છે તો પણ દેખાતું કેમ નથી ?
સમાધાનઃ- દ્રવ્ય તો સદા વ્યક્ત જ છે; પણ પોતે તેના ઉપર દષ્ટિ કરતો નથી તેથી દેખાતું નથી. અનાદિની દૃષ્ટિ પર તરફ છે તેથી બીજું બધું દેખાય છે, પણ પોતે પોતાને દેખતો નથી.
દ્રવ્ય મોજૂદ છે છતાં અનાદિની ભ્રાન્તિને લીધે તેને દેખાતું નથી. પોતે જ છે, તો પોતે પોતાનાથી છાનો કેમ રહે? પોતે પોતાથી છાનો નથી. તે સ્વયં છે, સાક્ષાત્ છે, જ્ઞાયક પોતે જ છે, બીજો નથી.
આ તો પોતે પોતાને દેખતો નથી તેના જેવી વાત છે. કોઈ કહે કે હું મને દેખતો નથી પણ જે જાણનારો છે તે પોતે જ છે. આ બધું કોણ જાણી રહ્યું છે? જે જે કાર્યો થાય છે, બધા વિકલ્પો આવે છે તેને જાણે છે કોણ ? ગયા કાળમાં, વર્તમાનમાં ને ભવિષ્યમાં જે પ્રસંગો બન્યા, બને છે ને બનશે તેનું પોતાને અંદરમાં સ્મરણ રહે છે, યાદગીરી રહે છે, તો પોતે અસ્તિ ધરાવે છે તે નક્કી થાય છે. હું કોણ છું? હું તો શાશ્વત ટકતો આત્મા છું. બહારનું બધું પલટી જાય છે, હું પોતે તો શાશ્વત રહું છું.
જાણનારની દોરી એમ ને એમ ચાલુ જ રહે છે. એક પછી એક પર્યાયને ગ્રહણ નહિ કરતાં, તેમાં જે શાશ્વતો છે તે જ પોતે છે; પણ ભ્રાન્તિને લઈને ભૂલી ગયો છે કે હું મને દેખાતો નથી. પોતે જ પોતાની શંકા કરે એ અચરજની વાત છે. અજ્ઞાનથી પોતે પોતાની હયાતીને-અસ્તિત્વને ભૂલી ગયો છે. ૩૯૪.
પ્રશ્ન:- આત્માની પ્રાપ્તિ માટે તત્ત્વનો સર્વાંગી અભ્યાસ જ કાર્યકારી છે કે એથી વિશેષ બીજી જરૂરિયાત છે?
સમાધાનઃ- તત્ત્વનું સાચું જ્ઞાન તો હોવું જ જોઈએ. જીવ અભ્યાસ તો કરે છે, પણ અભ્યાસની સાથે અંતરમાં તેને લગની આત્માની મહિમા, વિરક્તિ એ બધું હોય તો થાય.
કોઈ માત્ર અભ્યાસ જ કરે ને તે અભ્યાસ પણ લુખ્ખો, શુષ્ક હોય તો કંઈ થાય નહિ. ચૈતન્યની તેને અંદરથી મહિમા હોય કે ચૈતન્ય દ્રવ્ય કેટલું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com