________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૧૮ ]
[ સ્વાનુભૂતિદર્શન એમ ગુરુદેવનું કહેવું છે. ક્રમબદ્ધ એવી જાતનું નથી કે તેને પુરુષાર્થ સાથે કાંઈ સંબંધ જ નથી. ભગવાને જેમ જોયું હોય તેમ થાય, પણ ભગવાને જે દ્રવ્યદૃષ્ટિ થઈ તે પ્રયત્ન વગર જઈ જશે તેમ જોયું નથી. જે આત્માર્થી હોય તેનું લક્ષ પુરુષાર્થ ૫૨ હોય છે. તું પરનું કાંઈ કરી શકતો નથી, તેથી તું પ૨ પદાર્થ તરફની તારી કર્તાબુદ્ધિ છોડી દે. તારા દ્રવ્ય ઉ૫૨ દૃષ્ટિ કરીને તારી પરિણિતની ગતિ ફેરવવી તે તારા પુરુષાર્થની વાત છે, તે કાંઈ પુરુષાર્થ વગર થતું નથી. ગુરુદેવે તો અનેક પ્રકારે સમજાવ્યું ને તેના આશયમાં પુરુષાર્થ તો મુખ્ય છે તેમ કહેતા હતા. ગુરુદેવે જ બધું સમજાવ્યું છે. ૩૮૫.
પ્રશ્ન:- સર્વજ્ઞે જેવું જોયું હશે તેવું થશે એમ કોઈ કહે તો, ગુરુદેવ સાથે એમ પણ કહેતા કે તેં સર્વજ્ઞની સત્તાનો પ્રથમ સ્વીકાર કર્યો છે? તો એમાં પૂજ્ય ગુરુદેવનો શો આશય રહેલો છે?
સમાધાનઃ- જેણે ક્રમબદ્ધ નથી માન્યું તેણે સર્વજ્ઞ માન્યા નથી. જે પોતે દ્રવ્યદૃષ્ટિ કરે છે તેણે સર્વજ્ઞને માન્યા છે. ભગવાને જેમ જોયું હશે તેમ થાશે તેનો સ્વીકાર કરે તે પોતે પણ જ્ઞાતા થઈ જાય છે એમ ગુરુદેવનું કહેવું છે. સર્વજ્ઞને કોણે માન્યા છે? કે જે જ્ઞાતા થઈ જાય તેણે માન્યા છે. જે પોતે હું કરી શકું છું, મારાથી બધું થાય છે તેમ માને છે તે સર્વજ્ઞને–ભગવાનને માનતો નથી, ભગવાને જોયું તેમ થશે તેને માનતો નથી. જે જ્ઞાયક થઈ જાય તેણે ભગવાનને સ્વીકાર્યા છે. તું જ્ઞાતા થઈ જા.
જેણે દ્રવ્યદષ્ટિ કરી તેણે જ ક્રમબદ્ધ માન્યું છે, બીજા કોઈએ માન્યું નથી. જેણે દ્રવ્યદૃષ્ટિ કરી તેણે સર્વજ્ઞને માન્યા છે, તેણે ક્રમબદ્ધ માન્યું છે. જે માત્ર લૂખું બોલે છે તેણે ક્રમબદ્ધ માન્યું નથી. ૩૮૬.
પ્રશ્ન:- સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં અંદરમાં શું થાય?
સમાધાનઃ- ચૈતન્ય જે જુદો હતો તે જુદા સ્વરૂપે પરિણમી ગયો, દુનિયાથી જુદો પડી ગયો. તેની આખી પરિણિત જ દુનિયાથી અલગ થઈ ગઈ. વિભાવની દશાને અને સ્વભાવની દશાને પ્રકાશ અને અંધકાર જેટલો તફાવત થઈ ગયો.
જે માર્ગ સૂઝતો ન હતો તે માર્ગ મળી ગયો. માર્ગ મળ્યો, પણ કરવાનું હજી બાકી છે. અંદરમાં હજી પોતારૂપે-પૂર્ણપણે પોતે સહજ પરિણમી જાય તે હજી કરવાનું બાકી છે. ૩૮૭.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com