________________
[૨૧૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] પ્રશ્ન- શું જ્ઞાની આત્માને આખા માર્ગની સૂઝ પડી જાય છે કે શરૂઆતની આ રીત છે અને આવી રીતે પૂર્ણ કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ જશે ? સમાધાનઃ- જ્ઞાનીએ આખો માર્ગ જાણી લીધો કે જે અંશ પ્રગટ થયો છે, તે જ માર્ગે આગળ જવાનું છે. જ્ઞાયકનો જે માર્ગ પ્રગટ થયો, જ્ઞાયક-જ્ઞાયકરૂપે પરિણમી ગયો તે માર્ગે જતાં પૂર્ણતા મળશે. જે અંશ પ્રગટ થયો તે માર્ગે ચાલવાથી પૂર્ણતા થશે.
સાધકને માર્ગ અંદરથી સ્પષ્ટ થઈ ગયો છે, તેથી હવે માર્ગ ગોતવા જવું પડતું નથી; તેને કોઈને પૂછવું પડતું નથી. તેને અંદરથી માર્ગ સહજ દેખાઈ ગયો છે. તે માર્ગે ગતિ કરીને પૂર્ણતા-કેવળજ્ઞાન પામશે. ૩૮૮. પ્રશ્ન:- ધવલમાં આચાર્યદેવ કહે છે કે મતિજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે તો તેમાં શું આશય છે? સમાધાન- મતિજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે તેમ આચાર્યદવ કહે છે તેનો આશય એ છે કે મતિ-શ્રુતજ્ઞાન કે જે જ્ઞાનનો અંશ છે તે, પૂર્ણ જ્ઞાન-કેવળજ્ઞાનને બોલાવી રહ્યું છે. જે એક અંશ પ્રગટ થયો છે તે કેવળજ્ઞાનને દેખી રહ્યું છે. જેવો આ અંશ છે તેવું જ કેવળજ્ઞાન છે, તે કેવળજ્ઞાન પૂર્ણ છે કે આ મતિ-શ્રુત એક અંશ છે, છતાં તે અંશમાં એટલું સામર્થ્ય છે કે તે કેવળજ્ઞાન લીધે છૂટકો કરશે.
દ્રવ્ય કેવા સ્વરૂપે છે, તેની પૂર્ણતામાં કેવળજ્ઞાન કેવું હોય, સાધકદશાપાંચમું, છઠ્ઠ, સાતમું આદિ ગુણસ્થાન કેવાં હોય તે બધું જ એક અંશ પ્રગટ થયો તેણે જાણી લીધું છે. એક સ્વાનુભૂતિ થઈ તેમાં દષ્ટિ, જ્ઞાન અને ચારિત્ર સંબંધી બધું જાણી લીધું છે. અર્થાત્ કેવળજ્ઞાનની પૂર્ણતા સુધીનું જાણી લીધું છે. તેથી જ્ઞાયકની જે પરિણતિ ને ભેદજ્ઞાનની જે ધારા છે તેને વધારતો જાય છે, દ્રવ્યમાં વધારે લીનતા કરતો જાય છે. એકત્વબુદ્ધિ તો તૂટી જ ગઈ છે; તેથી હવે
સ્વરૂપમાં વિશેષ લીનતા કરવાની બાકી છે. તેથી ધ્યાનની ધારા વૃદ્ધિગત થતાં આગળ જાય છે. ધ્યાન એટલે એકાગ્રતા, તે એકાગ્રતાની પૂર્ણતામાં કેવળજ્ઞાન પ્રગટે છે. ૩૮૯. પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને શું કોઈ સ્પૃહા જ રહી નથી ? સમાધાનઃ- જેને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે તેને એકત્વબુદ્ધિ તૂટી જાય છે તેથી તેને જગતની કોઈ સ્પૃહા નથી, બહારની કોઈ અપેક્ષા નથી. રાગના કોઈ વિકલ્પમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com