________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૧૦]
[સ્વાનુભૂતિદર્શન સમાધાનઃ- હા, જ્ઞાયકનું અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે. હું કેમ જાણું છે? કેવી રીતે જાણું છું? તે કાંઈ દષ્ટિનો વિષય નથી. હું કેવી રીતે જાણું છું તેમાં પર તરફની વાત આવી, તે દષ્ટિનો વિષય નથી. દષ્ટિનો વિષય તો સ્વયં જ્ઞાયક છે. મારી જ્ઞાન-પરિણતિ બીજાને કે પોતાને કેવી રીતે જાણે છે તે જ્ઞાન કરવાની વાત છે. દષ્ટિના વિષયમાં હું બહારથી જાણું એવું આવતું નથી. દષ્ટિના વિષયમાં કોઈ ભેદ નથી. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવું તે દષ્ટિનો વિષય છે. ગુણભેદ કે સ્વ-પર પ્રકાશકનો ભેદ દષ્ટિના વિષયમાં આવતો નથી.
દીવો કે અરીસો, કોઈ બહાર જતા નથી. અરીસો અંદર રહે અને દીવો બહાર જાય તેવું નથી. દીવાનો પ્રકાશ બહાર પડે એટલે દીવો બહાર ગયો તેવું લાગે છે પણ બહાર જતો નથી. પોતાને શેયનો આધાર નથી. તો બહાર ક્યાં લેવા જવું છે? સ્વયં જાણનારને બીજું કોણ જણાવે? અને અંદરમાં પ્રતિબિંબ કય થી આવી પડે? સ્વયં જાણનારો છે. પ્રતિબિંબ જ્ઞય તરફની અપેક્ષાથી કહેવાય છે. શેય વચ્ચે આવી જાય છે, પણ શેયનું આલંબન તેને લેવું પડે તેમ નથી. સ્વયં પોતે જ્ઞાનાકાર છે અને શેયાકારરૂપે પરિણમે એવું સ્વરૂપ છે. ૩૭૬. પ્રશ્ન:- શેયો સાથે સંબંધ નથી એમ કહે છે અને પાછો સંબંધ વિચારે છે ? સમાધાનઃ- શય સાથે સંબંધ નહિ હોવા છતાં પોતે સ્વ-પર પ્રકાશક છે, એવો તેનો સ્વભાવ છે. શાસ્ત્રમાં આવે છે કે મેરુપર્વત, દેવલોક આદિ દૂર ક્ષેત્રે રહેલા પદાર્થ જ્ઞાનમાં જણાય ત્યાં ક્યાં પ્રતિબિંબો હોય છે ને પોતે કયાં તે ક્ષેત્રે જાય છે? પોતે સ્વયં જ્ઞાનસ્વરૂપ આત્મા જ્ઞાનરૂપે પરિણમે છે. દૂર કે નજીક રહેલા પદાર્થને પોતાના નિર્મળ જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ છે પણ તે નજીક રહેલા હોય ત્યારે એમ લાગે છે કે મારામાં આનાં પ્રતિબિંબો પડે છે. ભ્રાંતિના કારણે એવું લાગે છે તે તેની ભૂલ છે. તે ક્ષયોપશમ જ્ઞાનની પરિણતિ છે, તે એકત્વ છે એટલે એમ લાગે કે આ બધું જાણે મારામાં આવે છે અને હું બહાર જાઉં છું. ૩૭૭. પ્રશ્ન- જ્ઞાન ઉપરથી જ્ઞાયક સુધી તો જ્ઞાન લંબાય છે, પરંતુ આત્મા અનંત શક્તિવાળો છે એ જ્ઞાન ઉપરથી નક્કી કરવું અઘરું પડે છે? સમાધાનઃ- જ્ઞાનગુણ અને ગુણી આત્મા તે ગુણ-ગુણીનો ભેદ છે. તે ભેદ ઉપર દષ્ટિ નથી મૂકવાની, જ્ઞાન તો દરેક માણસને પકડાય એવું છે. તે અસાધારણ ગુણ છે ને! જ્ઞાન ઉપરથી જ્ઞાયક પકડાય, પણ અનંત શક્તિ કાંઈ પકડાતી નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com