________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[૨૧૧ એ તો વિચારમાં નક્કી કરવાની છે. અનંત શક્તિ તેને દેખાતી નથી. દષ્ટિનો વિષય તો એક જ્ઞાયક જ છે. જ્ઞાયકની અંદર અનંત ગુણ આવી જ જાય છે. તે જ્ઞાયક કેવો છે? તે મહિમાવંત છે, અનંત ગુણોથી ભરપૂર છે, શાસ્ત્રમાં આવે છે કે જ્ઞાયક અનંત ગુણથી ભરપૂર છે. તે યુક્તિથી નક્કી થાય છે અને અનુભૂતિમાં પણ આવે છે. પણ તે પોતાને પ્રત્યક્ષ ન દેખાય, તે તો કેવળજ્ઞાનગમ્ય છે. તેના ભાવો અનુભૂતિમાં આવે છે ને અનુમાન પ્રમાણથી જાણી શકે છે. અનંત શક્તિ ઉપર જુદું જુદું લક્ષ આપવું પડતું નથી કે આ જ્ઞાન છે, આ ચારિત્ર છે, પ્રભુત્વ છે, વિભુત્વ છે. કેટલાક ગુણો શાસ્ત્રમાં આવે છે, બધા તો આવતા નથી. છતાં બધા ઉપર જુદું-જુદું લક્ષ દઈને જુદા-જુદા વિકલ્પ કરી અટકવું પડતું નથી. એક અભેદ જ્ઞાયક ગ્રહણ થયો તેમાં બધું આવી જાય છે. અનંત ગુણ અનુમાનથી તથા યુક્તિથી જાણી શકે છે. શ્રુતજ્ઞાન દ્વારા બધા ગુણો જણાય છે. ૩૭૮. પ્રશ્ન- પુદ્ગલની શક્તિ દેખાય છે, પણ આત્મામાં અનંત શક્તિ છે તે કેવી રીતે ખ્યાલમાં આવે ? સમાધાન:- પુદ્ગલ ઇન્દ્રિયજ્ઞાનથી દેખાય છે એટલે તેમાં શક્તિ છે તેવો ખ્યાલ આવે છે પણ આત્મામાં અનંત શક્તિ છે, તેમાંનો એક જ્ઞાનગુણ લઈએ તો તે પોતાના ક્ષેત્રમાં રહીને આખા લોકાલોકને જાણી શકે છે, તેવી તેનામાં અપૂર્વ શક્તિ છે. પોતે બહાર કંઈ લેવા જતું નથી, બહારથી કાંઈ અંદર આવતું નથી અને કોઈ તેને કાંઈ કહેતું નથી તો પણ જ્ઞાન-કે જેને મર્યાદા નથી તે-પોતાના ક્ષેત્રમાં રહીને જાણે છે. એવું જ્ઞાનનું અપૂર્વ અનંત સામર્થ્ય છે. તે પોતાના ક્ષેત્રમાં રહીને જગતમાં અનંતા જીવો છે, અનંતા પુદ્ગલો છે, નરક છે, સ્વર્ગ છે વગેરે આખું લોકાલોક છે તેને અને ગયો કાળ વીતી ગયો, ભવિષ્યકાળ વીતશે તે બધાને જ્ઞાનની અંદર એક સમયમાં જાણી લે છે. પાછો અંતર્મુહૂર્તનો કાળ પણ લાગતો નથી ને તેને ક્રમ પડતો નથી. કેવળજ્ઞાનીનું જ્ઞાન એક સમયની અંદર બધું જાણી શકે છે તેવી જ્ઞાનની શક્તિ છે. પણ પોતાને પ્રત્યક્ષ દેખાતું નથી એટલે તેનો વિશ્વાસ આવવો મુશ્કેલ પડે છે. અનંતા પરમાણુને જ્ઞાન એક સમયમાં જાણી લે તેવી જ્ઞાનની અનંતી શક્તિ છે.
મુનિરાજ છઠ્ઠી-સાતમાં ગુણસ્થાને ઝૂલતા હોય છે તેમાંથી કોઈને એવું જ્ઞાન અંતરમાંથી પ્રગટે છે કે પોતે પોતાના ક્ષેત્રમાં રહીને અઢી દ્વીપના જીવોના મનની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com