________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૧૪]
[ સ્વાનુભૂતિદર્શન ગમે તેવા દુ:ખના પ્રસંગમાં વૈરાગ્યમાં ઝંપલાવવું તે આત્માર્થીનું કર્તવ્ય છે. પોતાને શ્રેયરૂપ અને સુખદાયક તે એક જ છે. બાકી આવાં જન્મ-મરણ અનંત કર્યા છે. લોકના જેટલા પરમાણુ છે તે બધા ગ્રહણ કર્યા અને છોડ્યા, લોકનાં બધાં ક્ષેત્રે જન્મ-મરણ કરી ચૂક્યો. અવસર્પિણી–ઉત્સર્પિણી કાળના એક એક સમયે અનેકવાર જન્મ-મરણ કરી ચૂક્યો તો પણ ભવનો અભાવ થયો નથી. ભવનો અભાવ તો ગુરુદેવનો બતાવેલો માર્ગ ગ્રહણ કરે તો થાય. એવી જાતની ભાવના કરવી કે હવે આવા કોઈ પ્રસંગો જ ન બને. બસ, આત્મા સ્વરૂપે અશરીરી છે, તો હવે શરીર જ ન મળે, આત્મા એકલો ચૈતન્ય જ્ઞાયક છે તે ઓળખાઈ જાય અને જ્ઞાયકની મહિમા આવે એ જ કરવા જેવું છે. આત્મા પોતે જ્ઞાયક છે, અપૂર્વ આનંદથી ભરેલો છે. આનંદ-સુખ બધું આત્મામાં છે. તેને યાદ કરવો. બીજું યાદ આવે તો વિચારો ફેરવી નાખવા.
બહારનું યાદ કરવાથી અશુભ કર્મબંધન થાય માટે વિચારો ફેરવી નાખવા. બધા સારા પ્રસંગો યાદ કરવા. બનેલા પ્રસંગને બહુ લંબાવીને યાદ જ ન કરવો. તેને વિસ્મરણ કરી, સ્મરણ કરવા યોગ્ય દેવ-શાસ્ત્ર-ગુરુ અને તેમના પ્રસંગો યાદ કરવા, મહાપુરુષોનાં ચારિત્રો યાદ કરવાં. આવા પ્રસંગો તો ચોથા કાળમાં પણ બનતા હતા. રામ-લક્ષ્મણ-સીતા જેવાને વનમાં જવું પડ્યું હતું, સીતાજીની અગ્નિ-પરીક્ષા થઈ હતી. આ તો પંચમકાળ છે, એમાં તો આવું બન્યા જ કરે છે. માટે શાંતિ રાખવી તે જ એક સુખદાયક છે.
મુમુક્ષુ - છોકરાઓ નાનાં એટલે યાદ આવે.
બહેનશ્રી:- સૌનાં પુણ્ય સૌની પાસે છે, તેની ચિંતા જ ન કરવી. પોતાના રાગને લઈને વિકલ્પ આવે પણ આકુળતા ન કરવી.
મુમુક્ષુ – વાંચન કરવાથી ઘણું સમાધાન થાય છે. બહેનશ્રી - વાંચન કર્યા કરવું. હિંમત જ રાખવા જેવી છે. મુમુક્ષુ - શાંતિ રાખીએ, પણ પાછું યાદ આવી જાય છે.
બહેનશ્રી - શાંતિ ઘણી રાખી છે, પણ વધારે પુરુષાર્થ કરવો. અત્યારે ધર્મ કરવાનો ટાઈમ મળ્યો છે. બધા સંયોગો છે તે પુણ્ય-પાપના ઉદયને કારણે છે, તે પોતાના હાથની વાત નથી. જે કાળે જે બનવાનું હોય તે બને છે. તેમાં કોઈનું ડહાપણ કામ નથી આવતું. જે કાળે-જ્યારે-જે સમયે દેહ છૂટવાનો હોય ત્યારે કોઈનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com