________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૦૮ ]
[ સ્વાનુભૂતિદર્શન
પ્રશ્ન:- આપ આજના બેસતા વર્ષની બોણી આપો.
સમાધાનઃ- દેવ-શાસ્ત્ર-ગુરુ અને શુદ્ધાત્મા મંગળ છે. એક શુદ્ધાત્માનું ધ્યેય રાખીને, શુદ્ધાત્મા કેમ પ્રગટ થાય? નિર્મળ પર્યાય કેમ પ્રગટે? નવીન પર્યાય કેમ પ્રગટ થાય ? તે ભાવના રાખવા જેવી છે.
p
મારા ભાવે, મારા ધ્યાને, મારા બધા વર્તનમાં જ્ઞાયકદેવ હજો. જ્ઞાનમાં જ્ઞાયકદેવ, દૃષ્ટિમાં શાયકદેવ, લીનતામાં જ્ઞાયકદેવ, બધે શાયદેવ હજો. આવે છે ને? કે “ મારા ધ્યાને હજો, મારા ભાવે હજો જિનવાણ રે” તેમ મારા ધ્યાનમાં, મારા ભાવમાં, મારા મનની અંદર જ્ઞાયકદેવ હજો, શુદ્ધતામાં જ્ઞાયકદેવ હજો અને શુભભાવમાં દેવ-શાસ્ત્ર-ગુરુ હજો એવી ભાવના, એવું રટણ, એવી જિજ્ઞાસા તે બધું કરવા જેવું છે. એક શુદ્ધાત્માને લક્ષમાં રાખવાથી-તેના ધ્યેયને ઓળખવાથી નવીન પર્યાયો પ્રગટ થાય તે જ નવીનતા છે. આ નવીન વર્ષ કહેવાય તે વ્યવહા૨થી, પણ અંતરમાં નવીન પર્યાયો પ્રગટ થાય તે ખરી નવીનતા છે. માટે શુદ્ધાત્માનું-જ્ઞાયકદેવનું ધ્યાન રાખવું. એ જ જીવનમાં કર્તવ્ય છે, બાકી બધું ગૌણ છે. સારભૂત હોય તો એક આત્મા છે. સર્વોત્કૃષ્ટ, અનુપમ-જ્ઞાયક તત્ત્વને ઓળખવા જેવું છે. ખરું આ જ કરવા જેવું છે. બસ આમાં બધું આવી ગયું. ૩૭૩.
પ્રશ્નઃ- અંતર્મુખનો જ્યારે પ્રયોગ કરીએ ત્યારે દીવો સર્વ વસ્તુને પ્રકાશે છે તેવી રીતે પ્રયોગ કરવો ઠીક છે કે દર્પણમાં જેમ પ્રતિબિંબિત થાય છે તે રીતે આત્મામાં પ્રયોગ કરવો ?
સમાધાનઃ- અંદર પ્રયોગ કરવામાં, હું કેવી રીતે જાણું છું એવી જાતનો પ્રયોગ કરવા કરતાં, પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવું અર્થાત્ જ્ઞાયક તરફની દૃષ્ટિ કરવી તે જ પ્રયોગ છે. હું દીવા જેવો છું કે અરીસા જેવો છું તેમ વિચારવું એ પ્રયોગ નથી, એ તો જાણવાની એક રીત છે. હું કેવી રીતે જાણું છું? દીવાની જેમ જાણું છું કે અરીસાની જેમ જાણું છું? તે જાણવાની વાત છે. જાણવાની પરિણિત જેમ થાય છે તેમ થાય છે, પોતે પોતાના જ્ઞાયકનું અસ્તિત્વ ગ્રહણ કરવું તે પ્રયોગ કરવાનો છે. પોતે પ્રયોગ કરવાનો છે કે હું આ ચૈતન્ય છું અને આ વિભાવ તે હું નથી. આ વિભાવ પરિણતિ મારો સ્વભાવ નથી, હું વિભાવ સ્વરૂપ નથી પણ હું એક જ્ઞાયક છું તેમ અસ્તિત્વ-ગ્રહણનો પ્રયોગ કરવો.
હું કેવી રીતે જાણું છું તે જાણવું તે કાંઈ પ્રયોગ કરવાની વસ્તુ નથી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com