________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા]
[ ૨૦૭ આખી દિશા બદલાઈ ગઈ છે. તેના આત્માની પરિણતિ આત્મા તરફ જ છે, આત્માને દેખી રહી છે. તેણે વિભાવને પીઠ દઈ દીધી છે, છતાં પુરુષાર્થની મંદતાએ અંદર પૂરેપૂરો લીન થઈ શકતો નથી તેથી બહાર આવે છે. ૩૭). પ્રશ્ન- સમ્યગ્દષ્ટિ ધર્માત્મા પ્રત્યે સાચી અર્પણતા હોય તો કાર્ય થઈ જાય ને? એ અર્પણતાનો મર્મ શું છે તે આપ સમજાવશોજી. સમાધાન- પૂજ્ય ગુરુદેવે આત્માનું અપૂર્વ સ્વરૂપ સમજાવ્યું છે કે આત્મા જુદો છે, શરીર જુદું છે, વિકલ્પ જુદો છે એવું ભેદજ્ઞાન કરીને તું દ્રવ્યદૃષ્ટિ કર. ગુરુએ જે બતાવ્યું છે અને ધર્માત્મા કહે છે તે બધાનો તેને સ્વીકાર છે. જેણે અંતરમાંથી ગુને સ્વીકાર્યા તેને ભવનો અભાવ થયા વગર રહે નહિ.
મૂળ પ્રયોજનભૂત જે સ્વરૂપ છે તે ગુરુદેવે બતાવ્યું છે. જે ભગવાનના દ્રવ્ય ગુણ-પર્યાયને જાણે તે આત્માને જાણે અને જે આત્માને જાણે તે ભગવાનને જાણે. તેમ જેણે ગુરુને સ્વીકાર્યા તે પોતાને સ્વીકારે છે-અને પોતાને સ્વીકારે છે. તે ગુરુને સ્વીકારે છે. એવી અર્પણતા અંદરમાંથી આવે તો વિકલ્પનું સ્વામીપણું તેને છૂટી જાય છે. હું વિકલ્પથી જુદો, વિકલ્પ મારું સ્વરૂપ નથી, વિકલ્પનો હું સ્વામી નથી. જો ખરી અર્પણતા હોય તો પૂજ્ય ગુરુદેવ કહે છે તેવી પોતાની પરિણતિ થઈ જાય છે. બુદ્ધિથી નહિ, પણ અંતરથી થઈ જાય છે તે અર્પણતા જુદી જાતની હોય છે. તેને બધા વિકલ્પની અંદર બધી અર્પણતા જ હોય છે. ૩૭૧. પ્રશ્ન- તત્ત્વની વાતમાં અર્પણતા હોય કે વ્યવહારની વાતમાં પણ અર્પણતા હોય ? સમાધાન - અર્પણતા બધામાં હોય. વળી આમાં વાયદા હોતા નથી. અર્પણતામાં વાયદા કે કાયદા હોતા નથી. તત્ત્વની જ અર્પણતા હોય અને બીજી અર્પણતા ના હોય તો વ્યવહારની વાતોમાં પોતે ડાહ્યો થઈ ગયો, વ્યવહારની વાતમાં મને ખબર પડે અને તત્ત્વની વાતમાં ગુરુને ખબર પડે, એવું ડહાપણ રહેવા દે. ગુરુ કહું દિવસ છે તો દિવસ ને રાત છે તો રાત. એવી અર્પણતા હોવી જોઈએ.
જે મુક્તિના પંથે ચાલ્યા, મુક્તિના પંથે જેની પરિણતિ ગઈ તે જ્ઞાનીના વિકલ્પ અને પરિણતિ બધું યથાર્થ છે. તે ગ્રહણ કરવામાં પોતાને લાભ છે. જે સાધકદશામાં રહેલા હોય તેનું અંદરનું ને બહારનું બધું સ્વીકાર્ય છે. આત્માર્થીને બધા આગ્રહો છૂટી જાય છે, તેને કોઈ જાતનો આગ્રહ રહેતો નથી કે વ્યવહારમાં આમ હોય અને નિશ્ચયથી આમ હોય. આત્માર્થીને મન-વચન-કાયાથી બધું છૂટી જાય છે. ૩૭ર.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com