________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪]
[ સ્વાનુભૂતિદર્શન છે, સાધક દશામાં એવા શુભભાવો આવે છે. માટે પર્યાય અને દ્રવ્ય બંનેનો વિવેક કરવાનો છે. ૩૬૬. પ્રશ્ન- સામાન્ય તરફ જવામાં વચ્ચે વ્યવહાર તો આવે છે ને ? એટલો વ્યવહાર રાખવો ને ? સમાધાનઃ- વ્યવહાર રાખવો એમ નહિ, વ્યવહારનું યથાર્થ જ્ઞાન હોય. પોતા તરફની દષ્ટિનું ધ્યેય રાખવું અને વચ્ચે જે વ્યવહાર આવે છે તે જાણવા યોગ્ય છે. વ્યવહારનું યથાર્થ જ્ઞાન વચ્ચે હોય છે. જેમ છે તેમ યથાર્થ પ્રતીતિ કરવાની છે. વ્યવહારને સ્થાને વ્યવહાર યોગ્ય છે, નિશ્ચયને સ્થાને નિશ્ચય યોગ્ય છે.
“જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ” નિશ્ચયની જગ્યાએ નિશ્ચય, વ્યવહારની જગ્યાએ વ્યવહાર, જેમ છે તેમ સમજવા. જે જ્યાં યોગ્ય હોય
ત્યાં તેનું આચરણ કરે. સામાન્યને મુખ્ય રાખીને વ્યવહારને હેય ગણવામાં આવે છે અર્થાત્ ભૂતાર્થ દષ્ટિએ વ્યવહારને અભૂતાર્થ કહ્યો, પણ જે અભૂતાર્થ છે તે વ્યવહાર, પોતે પોતાથી છે. નિશ્ચય ભૂતાર્થ છે તે અપેક્ષાએ વ્યવહાર અભૂતાર્થ છે, પણ તેથી પર્યાય નથી એમ નથી. જ્યાં જે અપેક્ષા યોગ્ય છે ત્યાં તે પ્રમાણે બરાબર સમજવું. ૩૬૭. પ્રશ્ન- વચનામૃતના બોલમાં આવે છે કે “પુરુષાર્થ કરવાની કળ સૂઝી જાય તો માર્ગની મૂંઝવણ ટળી જાય. પછી કળે કમાય, ધન ધનને કમાવે-ધન રળે તો ઢગલા થાય.' તો એમાં શું કહેવું છે ? સમાધાનઃ- આ ચૈતન્ય તે જ હું છું એવી યથાર્થ જ્ઞાનની કળ એટલે કે પુરુષાર્થની કળ અંતરમાં સૂઝી જાય તો માર્ગની મૂંઝવણ ટળી જાય. પણ તે જ્ઞાનની કળ, પુરુષાર્થની કળ કયારે સૂઝે? કે હું કોણ છું? અને આ વિભાવ શું છે? એમ નક્કી કરીને વિભાવથી ન્યારો થાય ત્યારે. તેને કયાંય ચેન પડે નહિ મારે એક આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. એક આત્મા સિવાય જગતમાં કોઈ વસ્તુની વિશેષતા લાગે નહિ, એક આત્મા જ વિશેષ અને સર્વોત્કૃષ્ટ છે એટલી આત્માની જરૂરિયાત જણાય તો પુરુષાર્થની કળ સૂઝી જાય.
ચૈતન્ય આત્મા કોઈ અનુપમ પદાર્થ છે એમ આત્માની વિશેષતા લાગે તો તેને પુરુષાર્થની કળ સૂઝે. પછી આ આત્મા છે તે વિભાવથી જુદો છે એમ કરીને પુરુષાર્થથી આગળ જાય તો, જેમ ધન રળે ને ઢગલા થાય તેમ પુરુષાર્થ થાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com