________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા]
[ ૨૦૩ થાય તો જ્ઞાયક રસબસતો લાગે. બહારમાં શુભભાવમાં જેમ દેવ-શાસ્ત્ર-ગુરુનો આશ્રય લે છે તેમ અંતરમાં જ્ઞાયકનો આશ્રય આવવો જોઈએ. અંદર જ્ઞાયક દેવ પરમાત્મા છે. તે ચૈતન્ય ચમત્કારથી ભરેલો છે. તે પ્રગટ થાય તો તેનું અચિંત્ય ચમત્કારી સ્વરૂપ જણાય છે. તેની પ્રતીતિ એવી આવે કે જ્ઞાયક વગર ચાલે નહિ, તો જ્ઞાયક રસબસતો લાગે ને તો તેનો પુરુષાર્થ આગળ જાય. ૩૬૫. પ્રશ્ન:- આત્માને પ્રસિદ્ધ કરનાર દ્રવ્યવિશેષ (પર્યાય ) છે, તો દ્રવ્યવિશેષની કેમ મહિમાં આવતી નથી ? સમાધાન- દ્રવ્યસામાન્ય અને દ્રવ્યવિશેષ બને અનાદિ વસ્તુ છે. સામાન્યની મહિમા છે તેમ વિશેષની પણ મહિમા છે. સામાન્યની મહિમા એ કારણે છે કે તે અનંત શક્તિઓથી ભરેલું છે. તેમાંથી પર્યાયો પ્રગટે છે. અનાદિથી જીવે સામાન્યનો આશ્રય કર્યો નથી. દ્રવ્ય અનંત શક્તિઓથી ભરેલું છે તેનો આશ્રય કરે તો તેમાંથી પર્યાયો પ્રગટે છે. દ્રવ્ય શક્તિઓનો ભંડાર છે, તેથી તેની મહિમા કરવામાં આવે છે.
પર્યાયની પણ મહિમા હોય છે. કેવળજ્ઞાનની મહિમા, મુનિદશાની મહિમા ને સ્વાનુભૂતિની મહિમા હોય છે. પંચપરમેષ્ઠી પૂજવા યોગ્ય છે, આદરવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે. તેમણે દ્રવ્યદૃષ્ટિપૂર્વક અંતરમાંથી વીતરાગતાની પર્યાય પ્રગટ કરી છે, માટે તેઓ પૂજવા યોગ્ય છે. તેથી વિશેષની પણ મહિમા હોય છે.
સામાન્યના આશ્રયપૂર્વક જે વિશેષ પ્રગટ થાય તે વિશેષ પણ પૂજ્ય છે. બધી અપેક્ષાઓ સમજવી જોઈએ.
મુમુક્ષુ- એકાંત કરવા જેવું નથી.
બહેનશ્રી - એકાંત કરવા જેવું નથી. અનાદિકાળથી દ્રવ્યની દષ્ટિ પ્રગટ કરી નથી, સામાન્ય જે આદરવા યોગ્ય છે તેનો આશ્રય લીધો નથી અને માત્ર સ્કૂલ વ્યવહારમાં રોકાઈ ગયો છે. સામાન્યના આશ્રય વગર વ્યવહારમાં રોકાણો, પણ એવો વ્યવહાર છોડવા યોગ્ય છે. તે વ્યવહારની દષ્ટિ છોડીને શક્તિઓનો ભંડાર એવા સામાન્યની દષ્ટિ કર. અનંત ગુણભંડાર સામાન્યની દષ્ટિ કરે તો સામાન્યની મહિમા આવે જ. તે સાથે સાધનાની પર્યાયની મહિમા પણ શાસ્ત્રમાં આવે છે. પંચપરમેષ્ઠી વ્યવહારે પૂજવા યોગ્ય કહેવાય છે, તેમ ન હોય તો તેમનું શાસ્ત્રમાં કથન આવે છે તે બધું નિષ્ફળ ઠરશે. પંચપરમેષ્ઠી ભગવાન પૂજવા યોગ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com