________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨]
[ સ્વાનુભૂતિદર્શન જ્ઞાન થોડું હોય, પણ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરે. સાથે એટલું હોય કે હું પરથી જુદો છું તો તેને અંદર મહિમા આવીને ને વિભાવની મહિમા છૂટીને અંદરથી વિરક્તિ આવી જાય. જ્ઞાન અમુક હોય તો પણ પલટો ખાય છે. જ્ઞાન મહિમાં લાવવામાં સાધન બને છે; પણ જ્ઞાન વધારે હોય તો જ મહિમા આવે તેમ નથી. ૩૬૪. પ્રશ્ન- હું જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ નક્કી કરીને જ્ઞાયકમાં પ્રયોગ કરવા જઈએ છીએ તો લૂખું થઈ જાય છે, રસબસતું લાગતું નથી. તો કેવા પ્રકારનો પુરુષાર્થ કરવો જોઈએ તે સમજાવવા કૃપા કરશોજી. સમાધાનઃ- જ્ઞાયક એટલે તેમાં માત્ર જાણવું છે તેવો લૂખો જ્ઞાયક નથી. જ્ઞાયક તે કોઈ અનુપમ જ્ઞાયક છે, કોઈ જુદો જ જ્ઞાયક છે. જ્ઞાયક અનંત-અનંત ગુણોથી ભરેલો છે. તેનો જ્ઞાન સ્વભાવ અનંત અગાધ છે. એવો જાણવાનો જેનો અચિંત્ય સ્વભાવ છે તે સ્વયં જ્ઞાયક છે. પરને જાણે છે એટલે જ્ઞાયક નહિ, સ્વયં જ્ઞાયક છે. તે જ્ઞાયકમાં અનંતતા ભરેલી છે. જ્ઞાયક તેને કહેવાય કે જે એક સમયમાં બધું જાણી શકે છે. એમ સમયમાં સ્વયં બધે પહોંચી વળે અને પોતે પોતાના ક્ષેત્રમાં રહીને બધાને જાણે એવી જ્ઞાનની કોઈ અચિંત્ય શક્તિ છે. તે જ્ઞાનની સાથે આનંદગુણ પણ છે. જ્ઞાયક આનંદસાગરથી ભરેલો છે. બહારમાં જે આનંદ માનેલો છે તે યથાર્થ આનંદ નથી. આનંદનો સાગર પોતે છે. આવો કોઈ અનુપમ જ્ઞાયક છે તેની તેને પ્રતીતિ આવવી જોઈએ, તો જ્ઞાયક તેને રસબસતો લાગે. જો જ્ઞાયકની યથાર્થ પ્રતીતિ ન આવે તો માત્ર લૂખું જ્ઞાન થઈ જાય. તેને અંદરથી જ્ઞાયકની એવી પ્રતીતિ આવવી જોઈએ કે જ્ઞાયક કોઈ અપૂર્વ છે. જિનેન્દ્રદેવે કેવળજ્ઞાનની અપૂર્વદશા પ્રગટ કરી એવી અપૂર્વ દશા પ્રગટ થાય તેવી શક્તિ મારા શાયકમાં રહેલી છે એમ તેની મહિમા આવવી જોઈએ. જ્ઞાયકની અંદરમાંથી પ્રતીતિ આવવી જોઈએ કે મારો જ્ઞાયક કોઈ જુદો અપૂર્વ છે. તે જ્ઞાયક વગર મને ચાલે જ નહિ, જ્ઞાયકનો આશ્રય-જ્ઞાયકનો છેડો લીધા વગર મને ચાલે જ નહિ. શાયકની એવી મહિમા તેને અંતરમાંથી આવવી જોઈએ.
ક્ષણે ક્ષણે મારે જ્ઞાયક જ જોઈએ. જ્ઞાયકનો આશ્રય અને જ્ઞાયકનો છેડો પકડીને રહું, જ્ઞાયકનો જ આશ્રય મને કાયમ હો, તેનો છેડો છૂટે જ નહિ તેવી મહિમા આવવી જોઈએ. વારંવાર જ્ઞાયકનો અભ્યાસ કરવાથી તે મહિમા પ્રગટ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com