________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૦]
[સ્વાનુભૂતિદર્શન વારંવાર કયારે થાય? કે એટલી અંદરની લગની લાગી હોય, જરૂરીયાત લાગી હોય તો થાય. અનાદિની એકત્વબુદ્ધિ છે તેને તોડીને વારંવાર હું ચૈતન્ય છું, ચૈતન્ય છું તેમ શરૂઆતમાં વિકલ્પરૂપે થાય છે. સહજધારા થાય ત્યારે યથાર્થ પરિણમન થાય છે, પણ ત્યાં સુધી ભાવનારૂપે વિકલ્પ હોય છે.
બહારમાં કયાંય ચેન ન પડે, એત્વબુદ્ધિ વખતે પણ ચેન ન પડે. તો પોતાને શોધીને પોતાનો આશ્રય ગ્રહણ કરે. તે ન થાય ત્યાં સુધી શ્રુતનું ચિંતવન કરે, દેવ-શાસ્ત્ર-ગુરુમાં ચિત્ત લગાવે, તે વિચાર કરે કે હું ચૈતન્ય છું, ચૈતન્ય છું, પણ તે ભાવનામાં એકસરખું રહી શકાતું નથી, કારણ કે તે ભાવના સહજ નથી. સહજ નથી એટલે વિચાર બીજે-બીજે જાય-શ્રુતના ને દ્રવ્ય-ગુણપર્યાયના ચિંતવનમાં ઊભો રહે. હું જુદો છું, હું જુદો છું, એમ એકના એક વિકલ્પમાં, વિકલ્પવાળો ઉપયોગ છે એટલે ટકી શકતો નથી. તેથી ભાવના એમ રાખે કે હું ચૈતન્ય છું, હું ચૈતન્ય છું, અને વારે-વારે અભ્યાસ પણ કર્યા કરે. ઉપયોગ એકમાં ટકી શકતો નથી તેમ જ એક ને એક વિકલ્પવાળું ચિંતવન લૂખું થઈ જાય છે, માટે શ્રુતના ચિતવનના વિચારમાં રોકાય છે. છતાં કરવાનું તો એક જ છે-ભેદજ્ઞાન કરીને ચૈતન્યને ગ્રહણ કરવાનો છે. વિકલ્પથી મારો સ્વભાવ જુદો છે એમ એક ચૈતન્યને ગ્રહણ કરવાનો છે. ૩પ૯. પ્રશ્ન- તીક્ષ્ણ ઉપયોગ એટલે શું? સમાઘાન - તીક્ષ્ણ એટલે તીખો ઉપયોગ. સ્થૂલ ઉપયોગથી ચૈતન્ય ગ્રહણ થતો નથી, પણ તીક્ષ્ણ ઉપયોગથી આ ચૈતન્ય તે જ હું છું, જ્ઞાયક તે જ હું છું એમ પકડાય છે. બધા વિકલ્પ આવે, પણ તેની વચ્ચે જાણનારો તે જ હું છું એમ તીક્ષ્ણ ઉપયોગ કરીને ચૈતન્યની પ્રતીતિ કરે, તેનો આશ્રય કરે, તેમાં દઢતા કરે તો તે પકડાય. ઉપયોગ તીક્ષ્ણ અને સૂક્ષ્મ કરીને પોતાનો સ્વભાવ પ્રશ્ન કરવાનો છે. ૩EO. પ્રશ્ન- યથાર્થ રુચિનું શું લક્ષણ છે તે સમજાવવા કૃપા કરશોજી. સમાઘાન- યથાર્થ સચિ, તીખી રુચિ, ઉગ્ર રુચિ હોય તો વારંવાર પોતા તરફ પુરુષાર્થ ઊપડે છે. યથાર્થ રુચિ છે કે નહિ તે પોતાને વિચારવાનું છે. રુચિ મંદ થઈ જાય છે, તેમાં ઉગ્રતા થતી નથી એટલે ઉપયોગ બહાર ટકી રહે છે, પુરુષાર્થ બહારમાં જાય છે, અંતરમાં જતો નથી. ૩૬૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com