________________
[ ૧૮૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] સમાધાનઃ- અંતર-પરિણતિનો વધારે પુરુષાર્થ કરવો. તેમાં તેને જ્યાં રુચિ લાગે તે કરે. પરિણતિને જો વાંચન લાભ કરે છે તેમ લાગે તો વાંચનમાં જોડાય, વિચારમાં લાભ વધારે લાગે તો તેમાં જોડાય ને સત્સંગમાં લાભ લાગતો હોય તો ત્યાં જોડાય. અંદર પુરુષાર્થની-જ્ઞાયક ધારાની–ઉગ્રતા કેમ થાય? મારા ચૈતન્ય તરફ મારી પરિણતિ કેમ દઢ થાય? મારી પ્રતીતિ દઢ થાય કે આ હું ચૈતન્ય જ છું, આ હું નથી –આ એક જ તેના પુરુષાર્થનું ધ્યેય છે. તે ધ્યેયની સાથે જ્યાં
જ્યાં તેના પરિણામને ઠીક પડે-પરિણામ જ્યાં ટકી શકે અને વૃદ્ધિ થાય તેવી જાતના કાર્યોમાં જોડાય. ધ્યાનમાં ઠીક લાગતું હોય તો ધ્યાનમાં જોડાય, પણ ધ્યાન યથાર્થ જ્ઞાનપૂર્વક હોય છે. પોતાના સ્વભાવને વિચાર કરીને ઓળખે કે આ જ્ઞાયક તે હું છું, પછી તેમાં એકાગ્ર થવાનો પ્રયત્ન કરે. એકાગ્રતા તે તેનું ધ્યાન છે જો ધ્યાનથી ઉગ્રતા થતી હોય તો ધ્યાન કરે, પણ તે ધ્યાન જ્ઞાનપૂર્વક હોવું જોઈએ. વગરસમયે ધ્યાન કરે કે વિકલ્પ છોડવાનો પ્રયત્ન કરે એટલે કે ક્યાં ઊભા રહેવું છે તેના ભાન વગર ને પોતાનું અસ્તિત્વ ગ્રહણ કર્યા વગર ધ્યાન કરે તો લાભ ન થાય. પ્રથમ સમજીને ધ્યાન કરે કે આ ચૈતન્ય તે હું, આ હું નથી. પછી તેમાં એકાગ્ર થવાનો તીખો પુરુષાર્થ કરે, તો એકાગ્રતાનો લાભ થાય. તે યથાર્થ સમજણપૂર્વક હોવું જોઇએ. પણ તેને યથાર્થ જ્ઞાન કરવા માટે વિચાર સાથે વાંચન, સત્સંગ હોય. પછી એકાગ્રતા કરવા માટે ધ્યાન કરે; પણ તે સમજણપૂર્વક ધ્યાન હોવું જોઈએ. ૩૨૮. પ્રશ્ન- પુરુષાર્થની મંદતામાંથી તીવ્રતા કરવા માટે શું કરવું? સમાઘાન:- પુરુષાર્થની તીવ્રતા પોતાને જ કરવાની છે. પોતાની જરૂરિયાત પોતાને જ જણાય કે મારે મારા સ્વભાવની જ જરૂરિયાત છે, આ બીજી કોઈ જરૂરિયાત મને નથી. આ બધું જરૂરિયાત વગરનું છે. મારે સ્વભાવ જોઈએ છે, તેમાં બધું ભર્યું છે. આ રીતે જો તેની જરૂરિયાત જણાય તો તેને પુરુષાર્થની તીવ્રતા થાય. આ મનુષ્યભવમાં ગુરુદેવ મળ્યા. માટે મારે પલટો કર્યે જ છૂટકો છે તેમ પોતાની જરૂરિયાત જણાય તો તેની સચિની તીવ્રતા થાય. જિજ્ઞાસુને ભલે હજી એકત્વબુદ્ધિ તૂટતી નથી, પણ વારંવાર તોડવાનો અભ્યાસ કરે તો પોતે જાગ્યા વગર રહેતો જ નથી. બાળક હોય તે ચાલવા શીખે ત્યારે આમ કરે ને તેમ કરે એમ વારંવાર અભ્યાસ કરે, તેમ પોતે પોતા તરફ જવા માટે વારંવાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com