________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪]
[સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન:- આત્મા અનંત શક્તિઓનો પિંડ છે, પણ હજુ જ્ઞાનગુણ ખ્યાલમાં આવતો નથી, તો આ પરિસ્થિતિમાં કામ કેમ થશે ? સમાધાનઃ- આત્મામાં અનંત શક્તિ છે. જ્ઞાનગુણ લક્ષમાં નથી આવતો કારણ કે પોતે યથાર્થ રીતે જોતો નથી. પોતે પોતાને ગ્રહણ કરી શકે તેમ છે. પોતાને ગ્રહણ કરવાની અનંતી શક્તિ તેનામાં છે, પણ પોતાને ગ્રહણ નહિ થવાનું કારણ, દષ્ટિ અને ઉપયોગ પર તરફ છે. જે પોતે પોતાને ગ્રહણ કરે, પોતે પોતામાં પરિણમે તો પોતે પોતારૂપ થઈ જાય. પહેલાં તે અંશે થાય, પછી પૂર્ણ થાય. એવું અનંતુ બળ તેનામાં છે. આત્મામાં અનંતા ગુણો છે તે એક ચૈતન્યને જ્યાં ગ્રહણ કર્યો ત્યાં, બધા સ્વભાવરૂપે પરિણમવા લાગે છે, દરેક ગુણ પોતા તરફ પરિણમે છે. ૩૪૭. પ્રશ્ન- શું તેને ભરોસો એમ આવે કે આ મારી ચીજના આધારે મને કાયમ શાંતિ-સંતોષ-નિરાંત અનુભવાશે ? ત્યાંથી કોઈવાર પાછું નહિ ફરવું પડે એવી પ્રતીતિ શું આવી શકે ? સમાધાન - હા, એવી પ્રતીતિ આવવી જોઈએ કે આ જ્ઞાયક જ સત્યાર્થરૂપ છે, કલ્યાણરૂપ છે અને અનુભવવા યોગ્ય છે, તેમાંથી જ તૃપ્તિ અને આનંદ આવશે. સમયસારમાં આવે છે ને કે -
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને !
આનાથી બન તું તૃપ્ત તુજને સુખ અહો ઉત્તમ થશે.” જેમાંથી તૃપ્તિ થશે, જેમાંથી બહાર આવવાનું મન નહિ થાય એવા તૃપ્તસ્વરૂપ, સંતોષસ્વરૂપ આત્માને ગ્રહણ કર.
તું ગોતે છે બધું બહાર, પણ અંદરમાંથી બધું પ્રગટ થશે. તારે આનંદ કે જ્ઞાન માટે બહાર ફાંફાં નહિ મારવા પડે, અંતરદષ્ટિ થતાં જ્ઞાન-આનંદ તેની મેળાએ સ્વયં પરિણમશે. જેમાં કોઈ થાક નથી, કષ્ટ નથી, એવો આત્મા પ્રગટરૂપે સહજ પરિણમશે. પણ શરૂઆતની ભૂમિકામાં પલટો ખાવામાં મુશ્કેલી પડે છે અને કઠણ લાગે છે. ૩૪૮.
પ્રશ્ન:- પહેલાં પરને આધારે મારું જીવન છે એમ ભાસતું હતું. સ્વભાવ સમજ્યા પછી મારું જીવન મારે આધારે છે એમ લાગે ખરું?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com