________________
[૧૯૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] હું વિકલ્પથી જુદો છું એવું ભેદજ્ઞાન કરે તો નિર્વિકલ્પ થવાય. હું જ્ઞાયક છું એમ પોતે પોતાને ઓળખે તો નિર્વિકલ્પ થવાય. પહેલાં સાચું જ્ઞાન કરે પછી સાચું ધ્યાન થાય. મારા દ્રવ્ય-ગુણ-પર્યાય ને બીજાના દ્રવ્ય-ગુણ-પર્યાય જુદાં છે. એમ પોતાને ઓળખે; સાચી પ્રતીતિ-જ્ઞાન કરે તો નિર્વિકલ્પ થવાય. ૩૫૪. પ્રશ્ન- મગજમાંથી બધા વિચારો કાઢી નાખીએ ને ધ્યાન ધરીએ કે હું આત્મા અખંડ છું, તો ધ્યાન થાય? સમાધાનઃ- બધા વિચાર કાઢી નાખીએ એમ મનમાં વિચાર આવે, પણ અંતરમાંથી છૂટવા મુશ્કેલ પડે છે. પ્રથમ હું જ્ઞાયક છું એવું પોતાનું અસ્તિત્વ ગ્રહણ થવું જોઈએ. પોતાની જ્ઞાયકતા અંદરથી ભાસવી જોઈએ. આ રહ્યો ચૈતન્ય આત્મા, આ રહ્યો છું એમ લાગવું જોઈએ. જેમ શરીર હું છું એમ લાગે છે તેમ હું આત્મા છું એમ લાગવું જોઈએ. આમ જ્ઞાયકની સાચી પ્રતીતિ અને જ્ઞાન થાય પછી વિકલ્પ છૂટે છે. શરૂઆતમાં અપ્રશસ્ત વિકલ્પ છોડીને જિનેન્દ્રદેવના, શાસ્ત્રના, ગુરુના તેમ જ હું આત્મા જ્ઞાયક છું, હું શરીર નથી, હું વિભાવ નથી એવા વિચારો આવે છે. તે વિચારો છૂટે કયારે? કે અંતર જ્ઞાયકમાં લીન થાય ત્યારે છૂટે. પહેલાંથી વિચાર છોડવા જાય તો અંદરમાં એક જાતની શૂન્યતા જેવું થઈ જાય, પહેલાંથી વિચાર છૂટે નહિ, સાચું જ્ઞાન થાય તો સારું ધ્યાન થાય. પહેલાં વિકલ્પ છૂટયા ન હોય, પણ અંદર છૂટી ગયા જેવું લાગે. વિકલ્પ અંદર પડ્યા હોય તેને પોતે ભલે ફેરવી નાખે, પણ પહેલાં વિકલ્પ છૂટવા મુશ્કેલ પડે છે. (છૂટી શકતા નથી)
પહેલાં સાચું જ્ઞાન કરવું. હું ચૈતન્ય જુદો છું ને આ બધું જુદું છે એવું અંતરમાં ભેદજ્ઞાન કરે. આ બધું જુદું જ છે એમ નક્કી કર્યા પછી તેનું કાર્ય થવું જોઈએ. દરેક કાર્યમાં હું જુદો છું, જુદો છું એમ ક્ષણે ક્ષણે લાગવું જોઈએ. ખાતાં, પીતાં, બોલતાં, હરતાં-ફરતાં કે કોઈ પણ કાર્યમાં પોતે જુદો જ લાગે તો વિકલ્પ છૂટી નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થાય. પણ દરેક વખતે પોતે જુદો લાગવો જોઈએ. પહેલાં ભેદજ્ઞાનનો અભ્યાસ કરે તો સ્વાનુભૂતિ થાય. ૩૫૫. પ્રશ્ન- પૂજ્ય ગુર્દેવનું ટેપરેકોર્ડેડ પ્રવચન સાંભળતાં તથા આત્મધર્મ વાંચીએ ત્યારે ઊંડાણથી એમ થાય છે કે આત્મા પ્રાપ્ત કરી લેવો જ છે પણ પછી પ્રયત્ન ચાલતો નથી ! સમાધાન:- આત્મા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રયાસ કર્યા કરવો. થાકવું નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com