________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[સ્વાનુભૂતિદર્શન
૧૯૨ ]
છો. છૂટો પડીને અંદર જા. અંદર તે રૂપે પરિણમી જતાં નિરાલંબન થઈશ. જે કોઈ નિરાલંબન થયા છે તે બધું ગૌણ કરીને થયા છે. પલટો કરવો તે તારા હાથની વાત છે. જ્ઞાનને પકડવાનો પ્રયત્ન કરવાનો છે. તું પોતે તારાથી જાણી રહ્યો છે, તે જ્ઞાનને સ્વ તરફ વાળી દે. આવે છે ને ? કેઃ
“આલંબન સાધન જે ત્યાગે, ૫૨ પરિણતિને ભાગે રે,
અક્ષય દર્શન-જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે.
99
આલંબન ત્યાગી નિરાલંબન થવું તે પોતાના હાથની વાત છે. સંસારમાં બધાંને પડતા મૂકી દે છે અને પોતાનું ધાર્યું કરે છે ને! ત્યાં પોતાનું ધાર્યું કરે છે. જોકે તે તો બધું ઉદય આધીન છે, તો પણ એવો નિર્ણય કરે છે. પોતે નિશ્ચય કરે કે મારે આમ જ કરવું છે, તો પોતે બીજાનું આલંબન છોડી દે છે. પણ અહીંયાં અજ્ઞાની આલંબનને છોડતો નથી ને આલંબન-આલંબન કર્યા કરે છે.
દેવ-શાસ્ત્ર-ગુરુએ બતાવ્યું તે પ્રમાણે કરવું. તેમણે કહ્યું કે તું નિરાલંબન છો. તું નિરાલંબન થા. તારે જ નિરાલંબન થવાનું છે. ૩૪૨.
પ્રશ્નઃ- આત્માને પ્રાપ્ત કરવા કેવી જાતની ઉગ્રતા જોઈએ ?
સમાધાનઃ- સ્વરૂપ ગ્રહણની ઉગ્રતા જોઈએ. કયાંય ચેન ન પડે, વિકલ્પની જાળમાં પણ ચેન ન પડે, કયાંય સુખ લાગે નહિ–એટલી અંતરમાં ઉગ્રતા હોવી જોઈએ. મને આ ભાવમાં બહુ આનંદ આવે છે, બહુ રસ પડે છે, તેવું થાય તે બધો વિકલ્પ જ છે, વિકલ્પનો જ આનંદ છે. આનંદ તો ચૈતન્યદ્રવ્યના અસ્તિત્વમાંથી આવવો જોઈએ, તે સહજ આનંદ છે. જ્યાં બધા વિકલ્પ છૂટી જાય છે ત્યાં સહજ આનંદ પ્રગટે છે. જે અંતરમાંથી છૂટો પડી જાય છે તેને સહજ આનંદ આવે છે, તેને કોઈ કૃત્રિમતા આવતી નથી કે મને બહુ આનંદ આવ્યો. તેમ જ આનંદ ઉપર પણ તેની દષ્ટ હોતી નથી.
પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે છે, તેને સહજ આનંદ અંતરમાંથી પ્રગટે છે. વિકલ્પ કરીને આનંદ વેઠવો પડતો નથી. વિકલ્પની દિશા તે દિશા આખી પલટીને વિકલ્પથી છૂટો પડે તો સમ્યગ્દર્શન પ્રગટે છે.
ક્ષણે ક્ષણે વિકલ્પથી જુદો છું એવું ભેદજ્ઞાન પહેલાં થવું જોઈએ. જ્ઞાયકની ધારા પહેલાં થાય તો નિર્વિકલ્પ દશા આવે. ૩૪૩.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com