________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[ ૧૯૧
મુમુક્ષુઃ- પોતાની સત્તા કેમ સ્વીકારતો નથી ?
બહેનશ્રી:- તું પોતે તારાથી જોવાનું કાર્ય કરી રહ્યો છે, પણ તને જોતો નથી એટલે તને એમ થાય છે કે મારે ઇન્દ્રિયથી-આખથી જોવાનું રહ્યું, મનથી વિચારવાનું રહ્યું, બીજું કાંઈ જોવાનું સાધન ન રહ્યું પણ તું પોતે જ છો. (એ તારા ક્ષયોપશમજ્ઞાનથી જણાય છે.) તે ઇન્દ્રિય તને કયાં જણાવે છે? તું તારા જ્ઞાનને તારા તરફ વાળ, તું પોતે જ તને જણાઈશ. આનાથી જણાય, ઇન્દ્રિયથી જણાય, એમ શા માટે લક્ષ કરવું? તારું અસ્તિત્વ છે અને તું શોધી લે. જ્ઞાન લક્ષણથી શાયકને ગોતી લે, તેમાં બધાં બહારના આલંબનના સાધનો ગૌણ થઈ જાય છે. તે હોય છે, પણ તું પોતાને મુખ્ય કરી લે. સાધનને ગૌણ કરવાં તે તારા હાથની વાત છે.
તું નિરાલંબન જ છો, તેનો નાશ થયો નથી. તું તને મુખ્ય કરીને તેના તરફ જા તો તું પોતે જ છો. પુરુષાર્થ કર તો તું પોતે જ છો. તું તને મુખ્ય કરી લે કે હું જ્ઞાયક જ છું, હું પોતે જ જાણનાર છું, મારો કાંઈ નાશ થયો નથી. આ રીતે જ્ઞાન-લક્ષણને મુખ્ય કરી શાયકને તું ઓળખી લે, એટલે બહારનાં આલંબનો ગૌણ થઈ જશે. તું તારું આલંબન લઈ લે. જ્યારે પણ પ્રયત્ન કર ત્યારે બાહ્ય આલંબનને ગૌણ કરવાનાં જ છે, અને તે તારે જ કરવાનું છે. તે પ્રયત્ન વિના પહેલેથી થયેલું હોતું નથી. જ્યારે કર ત્યારે તારે જ ગૌણ કરવાના છે અને તારે જ મુખ્ય થવાનું છે. માટે તું તને મુખ્ય કરીને અને તે બાહ્ય આલંબનને ગૌણ કરીને–ઢીલું પાડીને-તું તને પોતાને શોધી લે. પહેલાં બીજું આલંબન લઈને કરવું પડશે એવું નથી. તું પોતે જ છો. જ્યારે કર ત્યારે તારાથી જ કરવાનું છે. જ્ઞાનલક્ષણને મુખ્ય તારે પોતાને જ કરવાનું છે. તેને મુખ્ય કરી તારા જ્ઞાયકને તું ઓળખી લે. અન્ય આલંબનને મુખ્ય શું કામ કરે છે? તે આલંબન કર્યાં જાણે છે? જાણનારો તો તું છો. આલંબન વચ્ચે આવે છે, પણ તે મન કે આંખ કયાં જાણે છે? તેથી તેની મહત્તા કરીને આલંબનને શા માટે મુખ્ય કરે છે? અને બહાર જાય છે? માટે તું તારા તરફ વળી જા અને દ્રવ્યને શોધી લે.
જે પોતાને ગોતવાનો છે તે પોતે હાજર જ છે. પોતે હાજર છે, અને પોતાને જ ગોતવાનો છે. એમાં આલંબન કયાં તને રોકે છે? તું પોતે રોકાયેલો Please inform us of any errors on Rajesh@Atma Dharma.com