________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૮૬ ]
[ સ્વાનુભૂતિદર્શન કેમ થાય ? તે માટે હું પર્યાયમાં પુરુષાર્થ કરું. પર્યાયમાં હું પામર છું અને વસ્તુસ્વભાવે હું પૂર્ણ છું. આમ સાધક દશામાં દષ્ટિ ને જ્ઞાન સાથે જ રહે છે. દષ્ટિએ પૂર્ણ છું અને પર્યાયમાં અધૂરો છું તે બેય સાથે હોય છે.
વળી બીજાના ગુણ જોવાથી પોતાને લાભનું કારણ થાય છે અને બીજાના દોષ જોવા તે નુકસાનનું કારણ થાય છે. માટે બીજાના ગુણને મુખ્ય કરીને તેના દોષને ગૌણ કરે છે. પોતાને પુરુષાર્થ કરવો છે, માટે પોતાના અલ્પ દોષ ઉપર પણ નજર છે ને મારે પુરુષાર્થ કરવાનો ઘણો બાકી છે એમ જાણે છે. પોતે પોતાના દોષને લક્ષમાં લઈને ગુણને ગૌણ કરે છે. બીજાના દોષ જોવામાં અટકવું તે સાધકનું કર્તવ્ય નથી. દરેક વસ્તુ સ્વતંત્ર પરિણમે છે. જ્ઞાયકનો જ્ઞાતાસ્વભાવ છે, માટે જ્ઞાતારૂપે જાણ્યા કરવું. પોતાની સાધક દશામાં પોતાના ગુણને ગૌણ કરી, જે દોષ હોય તેને-અધૂરાશને-મુખ્ય કરી, મારે હજી ઘણું કરવાનું બાકી છે એમ પોતે જોવે છે, તે જાતનો પુરુષાર્થ કરે છે. તે બીજાના ગુણને મુખ્ય કરે છે ને દોષને ગૌણ કરે છે. કેમકે બીજાના દોષ સાથે તેને કાંઈ પ્રયોજન નથી અને પોતે પોતામાં આગળ વધવા માટે તેના ગુણને ગ્રહણ કરે છે. પોતે સ્વભાવ ઉપર દૃષ્ટિ મૂકીને હું સ્વભાવે પૂર્ણ છું એમ સ્વીકારીને પોતાના દોષ, બીજાના ગુણ ગ્રહણ કરે છે. બાકી તો પોતામાં કેટલીક અલ્પતા છે, તે અલ્પતા પર લક્ષ દઈને પુરુષાર્થ કેમ થાય ? વીતરાગ કેમ થવાય ? મારી સાધક દશા કેમ આગળ જાય? એવી જાતની તેને ભાવના રહે છે. અને તેથી પોતાના ગુણ ગૌણ કરી પોતાના દોષને જોવે છે.
આત્માર્થીઓને પણ તે જ પ્રયોજન રાખવાનું છે. બીજાના ગુણ ગ્રહણ કરવા, પણ દોષ ગ્રહણ કરવા નહિ. બીજાના દોષને ગૌણ કરીને તેના ગુણને મુખ્ય કરીને ગ્રહણ કરે, પોતે કયાં ભૂલે છે, પોતે કયાં અટકે છે, એમ પોતાના દોષ ઉપ૨ દૃષ્ટિ મૂકીને પુરુષાર્થને આગળ વધારે. પોતે સ્વભાવે પૂર્ણ છે તેનો પોતે ખ્યાલ રાખે અને પોતાને પુરુષાર્થ કરવાનો ઘણો બાકી છે તેવી અંદર ખટક રાખે.
મુનિઓ પણ વીતરાગ કેમ થાઉં? એવી ભાવનાપૂર્વક પંચ ૫૨મેષ્ઠીઓના ગુણો ઉ૫૨ દૃષ્ટિ મૂકીને આગળ જાય છે. સાધક મુનિરાજ જેઓ સાધના કરી પૂર્ણ થયા તેની ભક્તિ કરી અને પોતાના પુરુષાર્થની દોરી પોતાના શુદ્ધાત્મા તરફ જોડી આગળ જાય છે. માટે કરવાનું આ જ છે. કરવાનું એક-શુદ્ધાત્મામાં જવું તે જ છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com