________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૧૮૫ ગમે તે ભાવોમાં, ગમે તે રાગમાં, ગમે તે કાર્યોમાં સુખની કલ્પના કરનારો સુખ માને છે, પણ તે પોતે જ સુખસ્વભાવી છે, સહજ આનંદસ્વભાવી છે. તેને પોતા તરફ દષ્ટિ નથી, તેથી જ્યાં સુખ નથી ત્યાં સુખની કલ્પના કરે છે. કલ્પના કરીને સુખને વેદું છું, એમ માની રહ્યો છે. જે પોતે સુખસ્વભાવી છે તે પરમાં સુખ માની રહ્યો છો; જડ નથી માનતું. સુખસ્વભાવ પોતાનો છે, છતાં
જ્યાં ત્યાં આરોપ કરીને સુખની કલ્પના પોતે કર્યા કરે છે. પોતે સુખનો ભંડાર છે, છતાં બીજામાં સુખની કલ્પના કરે છે. દષ્ટિ ઊંધી છે તેથી બહાર સુખ માન્ય છે. અંદર સ્વતઃ સિદ્ધ અનાદિ-અનંત સુખસ્વભાવ પોતાનો છે. જેમ જ્ઞાન પોતાનું છે, તેમ સુખસ્વભાવ સહજ સ્વરૂપે પોતાનો છે. છતાં જ્યાં ત્યાં કલ્પના કરીને શાંતિ અને સુખ માન્યું છે. આવું પોતે જ માની રહ્યો છે, પણ સુખ પોતામાં છે. ગુરુદેવ ઘણીવાર કહે છે કે મૃગને પોતાની નાભિમાં રહેલી કસ્તુરીની સુગંધ આવે છે છતાં તેને વિશ્વાસ નહિ હોવાથી તે ચારેકોર ગોતે છે. તેમ સુખસ્વભાવી પોતે સુખની કલ્પના જ્યાં ત્યાં બહારમાં કરી રહ્યો છે. સુખનો ભંડાર, સ્વતઃસિદ્ધ આનંદ વસ્તુ પોતે જ છે, તો પણ પોતે જ્યાં ત્યાં સુખ માની રહ્યો છે. ૩૩ર. પ્રશ્ન- સુખ કયાંય દૂર નથી ? સમાધાન:- પોતાના સહજ સ્વભાવમાં જ સુખ છે. વિકલ્પની જાળ અર્થાત્ વિભાવને છોડે, ત્યાંથી પાછો ફરે, ભેદજ્ઞાન કરે અને પોતે નિર્વિકલ્પ સ્વરૂપમાં જાય, તો સુખ –કે જે સહજસ્વભાવ છે તે સુખનો સાગર-પોતામાંથી પ્રગટ થાય તેમ છે. પણ બહાર કલ્પી રહ્યો છે. સુખ કયાંય દૂર નથી. ૩૩૩. પ્રશ્ન- ઉપદેશમાં એમ આવે કે પોતાના નાના અવગુણને પર્વત જેવડો ગણવો અને બીજાના નાના ગુણને મોટો કરીને જોવો. વળી એમ પણ આવે કે પર્યાયની પામરતાને ગૌણ કરીને પોતાને પરમાત્મ સ્વરૂપે જોવો. આવા બંને કથનનું તાત્પર્ય શું છે ? સમાઘાન- ચૈતન્યદ્રવ્ય-કે જે અખંડ, પરિપૂર્ણ અને શાશ્વત છે-તેની દૃષ્ટિ કરવી અને પર્યાયમાં અધૂરાશ છે તેનું જ્ઞાન કરવું. સાધક દશામાં દષ્ટિ અને જ્ઞાન સાથે હોય છે. દ્રવ્યદષ્ટિએ હું પૂર્ણ છું, હું અનાદિ-અનંત પરિપૂર્ણ પ્રભુતાસ્વરૂપ છું-આ રીતે પ્રભુતાસ્વરૂપ આત્માને લક્ષમાં રાખીને, પર્યાયમાં હું અધૂરો છું, તેમ અધૂરાનું જ્ઞાન સાધકને રહે છે. પર્યાયમાં પુરુષાર્થ કેમ થાય? સ્વરૂપમાં લીનતા કેમ થાય? સ્વાનુભૂતિની વિશેષ વિશેષ દશા કેમ થાય ? અંદરમાં જ્ઞાયકની પરિણતિ વિશેષ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com