________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨]
[ સ્વાનુભૂતિદર્શન તે શ્રદ્ધાને રોકતો નથી. શ્રદ્ધાને શ્રદ્ધાનો દોષ જ રોકે છે. અનંતાનુબંધી કષાય છે તેને શ્રદ્ધા સાથે સંબંધ છે. જેની શ્રદ્ધા ફરે તેને અનંતાનુબંધી કષાયો ટળી જ જાય છે. અનંતકાળથી શ્રદ્ધાનો દોષ છે. ૩૨૪. પ્રશ્ન:- આત્માર્થમાં સંયમ અને નીતિ-ન્યાયને વચ્ચે લાવવાં કે નહિ? સમાધાન - જેને આત્માની રુચિ લાગે, જેને આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી તેને નીતિ, ન્યાય આદિ બધું હોય છે. અમુક પાત્રતા તો તેને હોય છે. જેની શ્રદ્ધા પલટી જાય છે તેને અમુક જાતની શ્રદ્ધાની સાથે જેનો સંબંધ છે એવી જાતની પાત્રતા હોય છે. પાત્રતા વગર શ્રદ્ધા હોતી નથી. ૩૨૫. પ્રશ્ન- અવિનાભાવીપણું કહીએ તો શું વાંધો આવે? સમાધાનઃ- અવિનાભાવીપણું તો છે, એટલે અમુક જાતની પાત્રતા તેને હોય છે. તેની રુચિ જ્યાં પલટાય, આત્માર્થીપણું જ્યાં થાય અને જ્યાં આત્માનું જ એક પ્રયોજન છે ત્યાં તેના કષાયો મંદ હોય છે. તેને વિષય-કષાયોની વૃદ્ધિ તૂટી જાય છે. એક આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી એવી તેની અંતરથી પરિણતિ થઈ જાય તેને નીતિ-ન્યાય સાથે સંબંધ હોય છે. ૩ર૬. પ્રશ્ન- સમ્યગ્દર્શન થયા પછી તેમને નીતિ વધારે ઉદ્દભવે છે એવું ખરું? સમાધાન- સમ્યગ્દર્શન સાથે જેટલો નીતિને સંબંધ હોય તેટલી નીતિ હોય છે. વ્યવહારથી અયોગ્ય થાય એવી જાતની અનીતિ તેને હોતી નથી. સમ્યગ્દર્શનની સાથે નીતિને સંબંધ હોય છે. સમ્યગ્દર્શન પહેલાં પણ નીતિ સાથે સંબંધ હોય છે. સમ્યગ્દર્શન થયા પછી કાંઈ અનીતિનાં કાર્યો કરે એવું નથી, તેને ગમે તેમ આચરણ થાય જ નહિ. અંતરમાં એટલી મર્યાદા આવી ગઈ છે કે સ્વરૂપાચરણ ચારિત્ર અને ભેદજ્ઞાનની ધારા વર્તે છે અને જ્ઞાયકની ધારા પ્રગટ થઈ હોવાથી જે વિભાવનો કર્તા થતો નથી તેને બહારના વિભાવની મર્યાદા આવી જ જાય છે. જેને અંદરમાં મર્યાદા થઈ તે જ્ઞાયક છોડીને ક્યાંય જતો નથી, જ્ઞાયકની ધારા સિવાય ક્યાંય તેની પરિણતિ એકત્વ થતી નથી, તેથી તેનાં દરેક કાર્યોમાં મર્યાદા હોય છે. તેને મર્યાદા વગરનું કાંઈ હોતું નથી, તેની ભૂમિકાને યોગ્ય જ બધું હોય છે. ૩૨૭. પ્રશ્ન- વચનામૃતમાં આપે કહ્યું કે તીખો અને કરડો પુરુષાર્થ કરવો જોઈએ. તેમાં અમારે વધારે વાંચન કરવું. સત્સંગ કરવો કે ધ્યાન ધરવું?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com