________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૭૬ ]
[ સ્વાનુભૂતિદર્શન જાય છે તેમાં આકુળતા સાથે રહેલી છે. પ્રશસ્ત કે અપ્રશસ્ત ભાવ જે હોય પણ તેની સાથે આકુળતા છે. રાગનો વિકલ્પ છે. એકલું નિર્વિકલ્પ-વિકલ્પ વગર નિવૃત્તમય પરિણતિ, એકલી શાંતિમય પરિણતિ, જ્યાં બીજો કોઈ વિકલ્પ ઊઠતો નથી, અરે ! જ્યાં સૂક્ષ્મ અબુદ્ધિપૂર્વકનો વિકલ્પ પણ એકદમ ગૌણ છે. જાણે છે કે નથી એવી દશા! તે દશાની સાથે સવિકલ્પતાની મીંઢવણી ન કરાય. ભૂમિકા ભલે વર્તમાન ગમે તે હોય. ૩૦૮.
પ્રશ્ન:- શ્રદ્ધાનું બળ મંદ કેમ પડી જતું હશે ?
સમાધાનઃ- તે બધાનું કારણ પોતે જ છે. તેનું બીજું કારણ નથી. “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ ” પોતાની જ ભૂલ છે, બીજા કોઈનું કારણ નથી. પોતે જ પ્રમાદને કારણે કયાંક ને કયાંક રોકાઈ જાય છે. પોતાનો પ્રમાદ છે એટલે થઈ શકતું નથી, પુરુષાર્થ ઊપડતો નથી ને તેથી કયાંક રોકાઈ જાય છે. પણ પોતાને લાગે કે કરવા જેવું તો આ જ છે, એમ અંદરથી જોર આવે તો પોતે પલટો મારે છે. વળી આકુળતા કે બહુ ખેદ કરવાથી પણ થતું નથી. અતિશય દુઃખ અને આકુળતા કરે કે પ્રમાદ કેમ થાય છે? તો પણ થતું નથી. કયાંક-કયાંક મૂંઝાઈને ગભરાટ થાય તો પણ થતું નથી. એ તો તેનો સરળતાથી રસ્તો વિચારે કે માર્ગ આ જ છે. પોતે શાયક છે, તે જ્ઞાયકને એકને જ ગ્રહણ કરવાનો છે. તે નહિ ગ્રહણ થવાનું કારણ મારી પોતાની ખામી છે. બહારમાં બધે રોકાઈ રહ્યો છું તેથી મારું શ્રદ્ધાનું કાર્ય આવતું નથી. ૩૦૯.
પ્રશ્ન:- જેમ બહારથી જુદી જુદી વ્યક્તિને ઓળખી શકાય તેમ અંતર પુરુષાર્થ કરે તો પોતાનો આત્મા ઓળખી શકાય ? સ્પષ્ટ ઓળખી શકે?
સમાધાનઃ- હા, આત્મા ઓળખી શકાય, પોતે જ છે. જ્ઞાન જ્ઞાનને ઓળખી શકે છે. એવો સૂક્ષ્મ ભેદ પાડી શકે છે. સ્પષ્ટ ઓળખી શકે. જેમ બહા૨માં તેને શંકા પણ નથી પડતી, અને કોઈ તર્ક કરે કે તે આ માણસ નથી, તો કહે કે તે જ છે. વિચાર્યા વગર, તર્ક વગર પોતે નક્કી કરી નાખે છે કે તે આ જ માણસ છે, બીજા બધા કહે તે ખોટું છે. તેમ પોતાનું નક્કી કરી શકે કે આ હું જ છું, આ મારું જ અસ્તિત્વ છે. તર્ક વગર નિઃશંકપણે પોતાને ગ્રહણ કરી શકે કે આ હું જ છું, બીજો હું નથી, રાગાદિ હું નથી, એમ નિઃશંકપણે ગ્રહણ કરી શકે છે, પણ પુરુષાર્થ કરતો નથી. ૩૧૦.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com