________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮]
[સ્વાનુભૂતિદર્શન નહોતું લાગતું ને એવી કાંઈ ખબર ન હતી, પણ અંતરના શાયકની ઉગ્રતાથી, પોતાની ભાવનાથી, પુરુષાર્થના જોરથી કહેતી હતી. ૩૧૪. પ્રશ્ન- ચોથા ગુણસ્થાને ધ્યાનમાં બેસે ત્યારે જ નિર્વિકલ્પ દશા થાય એમ ખરું ને ? સમાધાનઃ- ધ્યાનમાં બહારથી બેસે યા ન બેસે, કોઈવાર બહારથી બેસે અને ધ્યાન થાય, કોઈવાર બહારથી ન બેસે તો પણ ધ્યાન થાય. જ્ઞાતાનું અસ્તિત્વ જે એણે ગ્રહણ કર્યું છે, જ્ઞાયકની ધારા જે વર્તે છે એટલી એકાગ્રતા તો તેને ચાલુ જ છે, એટલે તે પ્રકારનું ધ્યાન તો તેને છે જ. ધ્યાન એટલે એકાગ્રતા. તો તે જાતની એકાગ્રતા તેને છૂટી જ નથી, અમુક પ્રકારની એકાગ્રતા તો તેને છે જ. તે એકાગ્રતામાં કોઈ વિશેષતા પણ બહારથી શરીર ધ્યાનમાં બેસે તો જ થાય એમ નથી, એવું બંધન નથી. ૩૧૫. પ્રશ્ન:- એકવાર નિર્વિકલ્પ દશા આવ્યા પછી અમુક કાળ તેની રાહુ જોવી પડે એવું નહિ ? સમાધાન- એની રાહ કાંઈ જોવાની હોતી નથી. જેને અંતર ભેદજ્ઞાનની દશા ચાલે છે તેને અમુક ટાઈમે તે દશા થયા વગર રહેતી જ નથી. સમયનું બંધન નથી, અંતરની દશા છે. ભેદજ્ઞાનની ધારા વર્લે જ છે તેથી તેને થયા વગર રહેતી જ નથી. જે અંતરમાંથી ન્યારો થયો, તેનો ઉપયોગ બહાર ગયો હોય તે અંતરમાં પાછો આવ્યા વગર રહેતો જ નથી. કેમકે ઉપયોગને બહારમાં કંઈ સર્વસ્વ છે નહિ. ભેદજ્ઞાનની ધારા વર્તે છે ને પોતે ક્ષણે ક્ષણે ન્યારો વર્તે છે. ન્યારી પરિણતિ તો હતી જ, ઉપયોગ પલટાઈ જાય છે. જેવી પરિણતિ છે તેનો ઉપયોગ થઈને પાછો આવ્યા વગર રહેતો નથી. ઉપયોગ બહાર જાય છે તો પરિણતિની દોરી ઉપયોગને પાછો વાળ્યા વગર રહેતી નથી.
જ્ઞાયકરૂપે ભેદજ્ઞાનની ધારાની પરિણતિ નિરંતર ક્ષણે ક્ષણે સહજપણે ચાલ્યા કરે છે. તે પરિણતિની દોરી જારી છે. તે ઉપયોગને ત્યાં (બહારમાં) ટકવા દેતી નથી, અમુક ટાઇમે ઉપયોગને પાછો જ લાવે છે તે સ્વરૂપમાં લીનતાનિર્વિકલ્પ દશા થયા વગર રહેતી જ નથી. ૩૧૬. પ્રશ્ન- જ્ઞાનીની અંતરંગ દશા એટલી મજબૂત હોય છે કે ઉપયોગની લાચારી નથી કરવી પડતી ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com